Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat University Case : ગુજરાત યુનિ.માં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા, આ દેશનું ડેલિગેશન આવ્યું મુલાકાતે

અમદાવાદની (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Case) આવેલ બોયઝ હોસ્ટેલના (Boys Hostel) કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટનાના પડઘા હવે વિદેશોમાં પણ પડ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની આ ઘટનાને પગલે ગામ્બિયા (Gambia) દેશનું ડેલિગેશન બોયઝ હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યું હતું. ડેલિગેશન દ્વારા...
gujarat university case   ગુજરાત યુનિ માં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા  આ દેશનું ડેલિગેશન આવ્યું મુલાકાતે

અમદાવાદની (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Case) આવેલ બોયઝ હોસ્ટેલના (Boys Hostel) કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટનાના પડઘા હવે વિદેશોમાં પણ પડ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની આ ઘટનાને પગલે ગામ્બિયા (Gambia) દેશનું ડેલિગેશન બોયઝ હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યું હતું. ડેલિગેશન દ્વારા હોસ્ટેલ ચેક કરીને વિદ્યાર્થીઓ માટે કેવું છે તે ચેક કરાયું હતું. ત્યારે માહિતી છે કે અફઘાનિસ્તાન (Afghanistan) દેશનું ડેલિગેશન પણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ શકે છે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી અને બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં ઘૂસીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો અને પાર્ક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની નોંધ કેન્દ્ર સુધી લેવાતા શહેર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કુલ 5 આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટનાને પગલે ગામ્બિયા (Gambia) દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત, ડેલિગેશને યુનિ.ના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા (Dr. Nirja Gupta) સાથે બેઠક પણ કરી હતી અને સમગ્ર ઘટના અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

અફઘાનિસ્તાનનું ડેલિગેશન પણ લઈ શકે છે યુનિ.ની મુલાકાત

ઉપરાંત, ડેલિગેશન પીડિત વિદેશી વિદ્યાર્થીઓે સાથે પણ મુલાકાત કરી હતી. માહિતી મુજબ, ગામ્બિયા દેશના 26 વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે યુનિ.માં વિવિધ દેશના કુલ 70થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. એવી પણ માહિતી છે કે, આગામી દિવસોમાં અફઘાનિસ્તાનનું ડેલિગેશન પણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવી શકે છે. આ કેસમાં (Gujarat University Case) ઝડપાયેલા 5 આરોપી પૈકી 3 આરોપીઓને ગઈકાલે મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરાયા હતા. કોર્ટમાં પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે સુઓમોટો અરજી ગણવા કોર્ટે ઈનકાર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - દેશના પોલીસ ઈતિહાસની પ્રથમ ઘટના, બે સગાભાઈ DGP

Advertisement

આ પણ વાંચો - Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

Tags :
Advertisement

.