Gujarat Politics : BJP નેતાએ કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા રચ્યું કાવતરું ? Video વાઇરલ થતાં ખળભળાટ
Gujarat Politics : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections 2024) ભાજપે 26 પૈકી 25 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ, સતત ત્રીજી વખત રાજ્યમાં તમામ 26 એ 26 બેઠક જીતવાનો ભાજપનો (BJP) લક્ષ્ય પૂર્ણ થયો નહોતો. કારણ કે, બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) ભાજપનાં ઉમેદવારને હરાવી જીત હાંસલ કરી હતી. જો કે, ચૂંટણી દરમિયાન ભાજપનાં જ કેટલાક લોકોએ પાર્ટીને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચ્યું હોવાની ચર્ચાઓ પણ વેગવંતી થઈ હતી. ત્યારે હવે ભાજપના એક નેતાઓનો ચૂંટણી પહેલાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ (Congress) ઉમેદવાર જેની ઠુમ્મરને મતદાન કરવાની અપીલ કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવતા ખળબળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ભાજપ નેતાની કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર તરફે મતદાનની અપીલ
અમરેલીનાં (Amreli) પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો (Kalu Virani) એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) પહેલાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં કાળુ વિરાણી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર (Jani Thummar) તરફે મતદાનની અપીલ કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં કાળુ વિરાણી કહેતા સંભળાય છે કે, મતદાનનાં આગલા દિવસે પાર્ટી કરો, બધુ પહોંચી જશે. ભાજપ (BJP) વિરૂદ્ધનું કામ કરતા કાળુ વિરાણીનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરેલીના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો વીડિયો વાયરલ
લોકસભાની ચૂંટણી પહેલાનો પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર તરફે મતદાનની અપીલ કરતો વીડિયો
ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટી#Gujarat #Amreli #KaluVirani #ViralVideo #Congress #JennyThummar… pic.twitter.com/PlLXxxyhcD— Gujarat First (@GujaratFirst) June 22, 2024
ભાજપમાં ઘરના ઘાતકી બન્યા હોવાની પ્રતીતિ
વાઇરલ વીડિયોમાં કાળુ વિરાણી (Kalu Virani) ભાજપમાં ભરત સુતરિયાને (Bharat Sutaria) હરાવવા માટે અપીલ કરતા નજરે પડે છે. આ વીડિયો સામે આવતા ભાજપમાં ઘરના ઘાતકી બન્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે. જો કે, આ મામલે હવે ભાજપ પક્ષ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ, આ વીડિયો સામે આવતા એકવાર ફરી ભાજપમાં જૂથવાદ સામે આવ્યું છે અને રાજ્યમાં રાજકારણ (Gujarat Politics) ગરમાયું છે. ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ
આ પણ વાંચો - AHMEDABAD : NEET રદ કરવાની માગ સાથે કોંગ્રેસના આક્રમક ધરણાં
આ પણ વાંચો - VADODARA : “હવે જવાનું નહી”, શાસક પક્ષના નેતાની કોર્પોરેટરને ટકોર