Gujarat Police News: ગુજરાત પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું કરાયું આયોજન, કલોકને મળી ખાસ ભેટ
Gujarat Police News: આજરોજ ગાંધીનગર (Gandhinagar) ના કરાઈમાં Gujarat Police ની અધ્યક્ષતામાં દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે Police કર્મીઓ દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- ગૃહ મંત્રી પોલીસ દીક્ષાંત સમારોહમાં રહ્યા ઉપસ્થિત
- કલોક નાગરિકોને નવી 25 ST બસોની ભેટ મળી
- નવા પોલીસ કર્મીઓને ગૃહ મંત્રીનો સંદેશ
નવા પોલીસ કર્મીઓને ગૃહ મંત્રીનો સંદેશ
તે ઉપરાંત આ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘંવી (Harsh Sanghavi) ખાસ અગ્રણી તરીકે ઉપલસ્થિ રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘંવી (Harsh Sanghavi) દ્વારા દીક્ષાંત પરેડ સમારોહમાં નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે તેમણે Police શાખામાં નવા નિયુક્ત થયેલા Police કર્મીઓને ફરજ બદલ સૂચન પાઠવતા જણાવ્યું હતું કે, Police એ નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે.
આજરોજ કલોકમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધંવી (Harsh Sanghavi) દ્વારા કલોલના નાગરિકોને ભેટ આપવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી (Harsh Sanghavi) દ્વારા નવી ST Bus નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ નવી બસોને કારણે કલોક નાગરિકોને મુસાફરીમાં સરળતા રહેશે. પહેલાના સમયગાળામાં લધુત્તમ બસ હોવાથી નાગરિકોને મુસાફરીની સુવિધામાં અડચણ ઉભી થતી હતી. જોકે આ નવી ST Bus નું લોકોર્પણ કરવાથી નાગરિકોને બસ માટે સ્ટેશન પર રાહ જોવી નહીં પડે. તે ઉપરાંત કલોકની સ્થાનિક ST Bus માં પણ વધારો કરવામાં આવ્યો છે.
કલોક નાગરિકોને નવી 25 ST બસોની ભેટ મળી
ગૃહ રાજ્ય મંત્રી (Harsh Sanghavi) દ્વારા કલોકથી દાહોદ સુધી કુલ 25 નવી ST Bus નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કલોકના સ્થાનિકો સાથે અનેક મહાનુંભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Harsh Sanghvi : ગાંધીનગરમાં ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમ, હર્ષ સંઘવીએ કહ્યું – એક દિવસના સાંસદ બનવા…