Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Monsoon: ગુજરાતના વિવિધ જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરાજાના પધરામણા

Gujarat Monsoon: દેશના મોટાભાગના રાજ્યો અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. તો બીજી તરફ અમુક રાજ્યમાં ચોમાસાનું આગમન થતાની સાથે જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કારણ કે... દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ જેવા વિસ્તારમાં તાજેતરમાં અવિરત વરસાદ જોવા...
gujarat monsoon  ગુજરાતના વિવિધ જિલ્લામાં વાતાવરણમાં પલટો  મેઘરાજાના પધરામણા

Gujarat Monsoon: દેશના મોટાભાગના રાજ્યો અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. તો બીજી તરફ અમુક રાજ્યમાં ચોમાસાનું આગમન થતાની સાથે જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કારણ કે... દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ જેવા વિસ્તારમાં તાજેતરમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજાએ ઘામા નાખ્યા છે. ગુજરાતના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા આવ્યા છે.

Advertisement

  • રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો

  • ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાહી

  • વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો

તેના અંતર્ગત તાજેતરમાં રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી (Monsoon) માહોલ સર્જાયો છે. ત્યારે રેસ કોર્સ, કાલાવડ રોડ, ફૂલછાબ ચોક, કિશાનપરા સહિતના અનેક વિસ્તારમાં (Monsoon) ભારે પવન સાથે લોકોના ઘરના આંગણા ભિના કર્યા હતા. તે ઉપરાંત લોકોને આ કાળઝાળ ગરમીમાં પણ આ વરસાદી (Monsoon) ઝાપટું આવવાથી રાહત મળી હતી. બીજી તરફ વલસાડ જિલ્લામાં આજરોજ સવારથી જ વાદળછાયું (Monsoon) વાતાવરણ જોવા મળ્યું હતું. તેની સાથે સવારના સમયે વરસાદનું આગમન પણ થઈ ગયું હતું. તેના કારણે વલસાડ જિલ્લાના રહેવાસીમાં ભીષણ ગરમીને લઈ હાંશકારો અનુભવાયો હતો.

ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાહી

જોકે હવામાન વિભાગે ગુજરાતના રાજ્યોમાં વરસાદની (Monsoon) આગાહી જાહેર કરી હતી. તેના અંતર્ગત બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને દમણ અને સેવાસ સહિત અનેક વિસ્તારમાં (Monsoon) વરસાદ આવશે. ત્યારે પાટણના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. તે ઉપરાંત પાટણમાં વરસાદના (Monsoon) સમયે ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાહી થયા હતા. ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો

તો બનાસકાંઠામાં આવેલા દિયોદર પંથકમાં વરસાદ (Monsoon) વરસતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ કાળઝાળ ગરમીને કારણે ઉકળાટથી વરસાદ આવતા રાહતની લાગણી નજરે ચડી હતી. તેની સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં (Monsoon) વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીંબડી શહેરી વિસ્તારમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આસપાસના સૌકા, બોડિયા, ઉઘલ સહિતના ગામમાં વરસાદ આવ્યો હતો.

આ પણ વાંચો: ઇડરમાં દબાણો દુર કરાતાં બસ સ્ટેશન સુધીનો વિસ્તાર સૂમસામ બન્યો

Advertisement

Tags :
Advertisement

.