Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Foundation Day : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે એટલે કે 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ (Gujarat Foundation Day) છે. આ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓએ...
gujarat foundation day   cm ભૂપેન્દ્ર પટેલ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છા  જાણો શું કહ્યું

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે એટલે કે 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ (Gujarat Foundation Day) છે. આ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અને ગૃહરાજ્યમંત્રીએ ટ્વીટ કરીને નાગરિકોને આ વિશેષ દિવસની શુભકામનાઓ પાઠવી છે.

Advertisement

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel) ટ્વીટ કરી લખ્યું કે, 'ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ - ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના. ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું.' સીએમએ આગળ લખ્યું કે, 'ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે. આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના... જય જય ગરવી ગુજરાત.'

Advertisement

Advertisement

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટર પર પોસ્ટ કરી લખ્યું કે, 'આવો, વ્હાલા ગુજરાતીઓ ગુજરાતી હોવાનું ગૌરવ કરીએ, સૌ સાથે મળીને ગુજરાતની ગરવી અસ્મિતાને ઉજાગર કરીએ ! જય જય ગરવી ગુજરાત..... ગુજરાત સ્થાપના દિવસની અનેકાનેક શુભકામનાઓ !' જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) લખ્યું કે, જય જય ગરવી ગુજરાત !! આપણું ગુજરાત “સાવજ” અને “મહાપુરૂષો”ની ભૂમિ છે ! આપણાં ગુજરાત પાસે વૈવિધ્યતાનો વારસો છે, આપણાં ગુજરાતમાં સંસ્કાર છે, કલા છે, સાધુ-સંતોની કૃપા છે. આપણાં ગુજરાતીઓએ ગુજરાતને દુનિયાનાં ખૂણે ખૂણે ધબકતું રાખ્યું છે. આપ સૌને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતનાં સૌ મહાપુરૂષોને વંદન પાઠવું છું !

સી.આર. પાટીલે આગળ લખ્યું કે, વિશ્વફલક પર ગુજરાતનું નામ વધુને વધુ મજબૂત થતું રહે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપે અને “વિકસિત ગુજરાત” નાં પથ સદાય હરણફાળ ભરતું રહે એવી પ્રાર્થના. કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) ટ્વીટ કરી લખ્યું કે, 'સંતો અને મહાત્માઓથી સુશોભિત, શાંતિ અને શક્તિનો સંદેશ આપતી ભૂમિ એટલે ગુજરાત... "ગુજરાત સ્થાપના દિવસ" ની સમસ્ત ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ... ચાલો, આપણે સૌ આપણા સહિયારા પ્રયાસો અને પરિશ્રમ થકી ગતિશીલ ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરીએ.

આ પણ વાંચો - PM મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસની આપી શુભેચ્છા, જાણો શું કહ્યું…

આ પણ વાંચો - PM Modi in Gujarat : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM મોદી રાજ્યના 2 દિવસીય પ્રવાસે, અહીં સંબોધશે વિજય વિશ્વાસ સભા

આ પણ વાંચો - SURAT : ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને HC થી મોટી રાહત, જાણો શું છે સમગ્ર મામલો ?

Tags :
Advertisement

.