Gujarat First Exclusive : 'જય શ્રી રામ'ના જયઘોષ સાથે તમામ મંત્રીઓની અયોધ્યા યાત્રા શરૂ, જુઓ વિમાનની અંદરનો Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે આખું મંત્રીમંડળ અયોધ્યાના (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરે જવા માટે રવાના થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) પણ મંત્રીમંડળ સાથે અયોધ્યા જઈ રહી છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દર્શકો અયોધ્યામાં ગુજરાત મંત્રીમંડળની એક્સક્લુઝિવ તસવીરો નિહાળી શકશે. ત્યારે અયોધ્યા જવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિતના નેતાઓ વિમાનમાં સવાર થયા છે. વિમાનની અંદરની એક્સક્લુઝિવ તસવીરો ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે લઈને આવ્યું છે.
વિધાનસભા સત્ર પૂર્ણ થતાં ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા (Ayodhya) જવા રવાના થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ (Harsh Sanghvi) સહિત તમામ નેતાઓ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામલ્લાનાં (Lord Ramalla) દર્શન કરશે. રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમવખત ગુજરાતના નેતાઓ અયોધ્યાના રામ મંદિરે જશે. જણવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) પણ ફરી એકવાર અયોધ્યા જઈ રહી છે. ગુજરાતના મંત્રીમંડળની સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અયોધ્યા પહોંચશે અને ત્યાંથી એક્સક્લુઝિવ (Gujarat First Exclusive) માહિતી અને તસવીરો દર્શકો સુધી પહોંચાડશે. ગુજરાતના મંત્રીઓ અયોધ્યા જવા માટે વિમાનમાં સવાર થયા ત્યારે વિમાનની અંદરની એક્સક્લુઝિવ તસવીરો ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે લઈને આવ્યું છે.
Ahmedabad : લોકસભાની ચૂંટણી પહેલા રામ લલાના દર્શને ગુજરાતનું મંત્રીમંડળ | Gujarat FIRST
અયોધ્યા જવા રવાના થયા ગુજરાતના મંત્રીઓ મંત્રીઓની સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અયોધ્યાના પ્રવાસે
અયોધ્યા જતી મંત્રીઓની ફ્લાઈટમાંથી EXCLUSIVE દ્રશ્યો અયોધ્યાથી ગુજરાત ફર્સ્ટનું ફરી એકવાર… pic.twitter.com/kL3NywrQL2— Gujarat First (@GujaratFirst) March 2, 2024
વિમાનમાં મંત્રીઓએ 'સિયાવર રામચંદ્ર કી જય' બોલાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋતિકેશ પટેલ (Ritikesh Patel), કુબેર ડીંડોર (Kuber Dindor), ભાનુબેન બાબરિયા, બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનસેરિયા (Praful panseria), મુળુભાઈ બેરા સહિતના નેતાઓ વિમાનમાં સવાર થયા ત્યારે સફર શરૂ કરતા પહેલા તમામ મંત્રીઓએ 'જય શ્રી રામ', 'સિયાવર રામચંદ્ર કી જય' ના નારા લગાવ્યા હતા. ગુજરાત ફર્સ્ટના કેમેરામાં (Gujarat First Exclusive) તમામ મંત્રીઓ નારા લગવાતા કેદ થયા હતા.
Exclusive । અયોધ્યા જતાં મંત્રીમંડળ સાથે વિમાનમાં ગુજરાત ફર્સ્ટ | Gujarat First@narendramodi @sanghaviharsh @CRPaatil @Bhupendrapbjp @irushikeshpatel #NarendraModi #harshsanghvi #PMModi #NarendraModi #rushikeshpatel #PMModi #LokSabhaElections2024 #gujaratfirst pic.twitter.com/wOaV7ub9nz
— Gujarat First (@GujaratFirst) March 2, 2024
અયોધ્યા બાદ લખનૌ જશે મંત્રીમંડળ
અયોધ્યા બાદ મંત્રીમંડળ લખનૌ જશે અને લખનૌથી (Lucknow) સાંજે તમામ મંત્રીઓ ગુજરાત (Gujarat) પરત આવશે. માહિતી મુજબ, સાંજે 6.20 ની ફલાઈટમાં તમામ મંત્રીઓ અમદાવાદ (Ahmedabad) આવવા રવાના થશે. જ્યારે રાત્રીના 8 વાગ્યે તમામ મંત્રીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમવાર ગુજરાતનું સમગ્ર મંત્રીમંડળ ભગવાન રામલ્લાના દર્શને જઈ રહ્યું છે. સૂત્રો મુજબ, અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યાં બાદ મંદિરના નિર્માણકાર્યને નિહાળશે. સાથે ત્યાં એક પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે. જણાવી દઈએ કે, વિધાનસભાનું બજેટ સત્ર 29 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું છે.
Ahmedabad : CM, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, દંડક અયોધ્યા પ્રવાસે | Gujarat FIRST
રાજ્યના તમામ મંત્રીઓ અયોધ્યાની વાટે CM, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, દંડક અયોધ્યા પ્રવાસે
ગુજરાત રાજ્યનું મંત્રી મંડળ રામ મંદિરમાં કરશે દર્શન
તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી, અધ્યક્ષ અયોધ્યાથી જશે લખનઉ… pic.twitter.com/wsijQe1VvH— Gujarat First (@GujaratFirst) March 2, 2024
આ પણ વાંચો - Ahmedabad : ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા જવા રવાના, પ્રથમ વખત કરશે શ્રી રામલ્લાનાં દર્શન