Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Budget : અયોધ્યામાં 'રામ દર્શન' બનશે સરળ, આટલા કરોડના ખર્ચે બનશે ગુજરાતી ભવન, જાણો વિગત

Gujarat Budget 2024: આજે ગુજરાતનું 2024-25ના વર્ષ માટેનું બજેટ (Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું છે. આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અયોધ્યામાં (Ayodhya) ગુજરાતી યાત્રી ભવન (Gujarati yatri bhawan) બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે. આ...
gujarat budget   અયોધ્યામાં  રામ દર્શન  બનશે સરળ  આટલા કરોડના ખર્ચે બનશે ગુજરાતી ભવન  જાણો વિગત

Gujarat Budget 2024: આજે ગુજરાતનું 2024-25ના વર્ષ માટેનું બજેટ (Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું છે. આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અયોધ્યામાં (Ayodhya) ગુજરાતી યાત્રી ભવન (Gujarati yatri bhawan) બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે. આ સાથે બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું કે ગુજરાત યાત્રી નિવાસ માટે 10 કરોડની જોગવાઈ કરી છે. જેનાથી અનેક ગુજરાતી પ્રવાસીઓને મોટો ફાયદો થશે. આ સિવાય પ્રવાસી યાત્રીઓ માટે અનેક મોટા શહેરોથી ડાયરેક્ટ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જાણો શું છે વ્યવસ્થા અને ક્યાંથી મળશે ફ્લાઈટ.

Advertisement

8 શહેરોથી મળશે અયોધ્યા માટે ડાયરેક્ટ ફ્લાઇટ

રામમંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભર માંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય 1 ફેબ્રુઆરી 2024થી 8 નવા ફ્લાઈટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે. નવા ફ્લાઈટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુ સાથે જોડશે.

Advertisement

અયોધ્યાના યાત્રિકોને મળશે સબસિડી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે, અયોધ્યા જતા યાત્રિકોને સબસીડી આપવામાં આવશે. જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આ સાથે જ તેમણે કહ્યું કે, સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે. તે માટે સરકાર વિવિધ એક પછી એક વ્યવસ્થા કરશે.

Advertisement

અહીં ભોજનની પણ છે ખાસ વ્યવસ્થા

શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં સીતા રસોઇ ચલાવવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભક્તોને સીતા રસોઈમાં પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તેમજ અયોધ્યામાં સીતા રસોઇ રામમંદિરના ભક્તોને ભોજન કરાવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.

રામ જન્મભૂમિ પાસે આવેલી છે સીતા રસોઈ

આ પવિત્ર સ્થાનનું નિર્માણ રામજન્મભૂમિથી વધારે દૂર નથી કરવામાં આવ્યું. હવે આ એક મંદિર પણ છે જેની અંદર ઘણી બધી જોવાલાયક વસ્તુઓ છે. આ ભૂગર્ભ રસોડું તે બે રસોડામાંથી એક છે જે દેવી સીતાનું નામ ધરાવે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા. તે અયોધ્યાના રાજકોટમાં રામજન્મભૂમિની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું છે. આ સીતા રસોઈનું ઐતિહાસિક મહત્વ છે. મંદિરના બીજા છેડે ભગવાન રામ, તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન અને તેમની પત્નીઓ સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિની ભવ્ય પોશાકવાળી અને અલંકૃત મૂર્તિઓ છે. દેવી સીતા, જેમને ઘણી-ઘણીવાર દેવી અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે, તેઓ ભોજનના દેવી તરીકે પણ પૂજનીય છે. આ ભાવનામાં મંદિર મફત ભોજન આપીને આ પરંપરા ચાલુ રાખે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા.

આ   પણ  વાંચો - GUJARAT BUDGET 2024 LIVE : નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

Tags :
Advertisement

.