Gujarat BJP : રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત BJP નો મોટો નિર્ણય, રાજ્યભરના નેતા-કાર્યકરોને કડક સૂચના!
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે (Rajkot TRP GameZone) સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પીડિત પરિવાર અને લોકોના રોષને જોતા સરકારે આ અગ્નિકાંડમાં કડક અને ઝડપી કાર્યવાહીના આદેશ આપ્યા છે. SIT, રાજકોટ પોલીસ (Rajkot Police), ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch), ACB અને ફાયર વિભાગ (Fire Department) દ્વારા તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન, રાજકોટ અગ્નિકાંડને લઈ પ્રદેશ ભાજપે (Gujarat BJP ) મોટો નિર્ણય કર્યો છે.
Gujarat BJP: Big decision of Gujarat BJP regarding Rajkot fire incident
રાજકોટ અગ્નિકાંડને લઈ પ્રદેશ ભાજપનો મોટો નિર્ણય
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડને લઈને પ્રથમ વખત પ્રદેશ એટલે કે ગુજરાત ભાજપની (Gujarat BJP) પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત ભાજપે 4 જૂને આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Result) બાદ રાજ્યભરમાં ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડને લઈ ફટાકડાં, ફૂલોની હાર તોલા, મીઠાઈ સહિતની ઉજવણી ન કરવા રાજ્યભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે.
ઉજવણી અને વિજય સરઘસ ન કાઢવા નિર્ણય
આ સાથે લોકસભાની ચૂંટણીના પરિણામ (Lok Sabha Election Result) જાહેર થયા બાદ ભાજપે (Gujarat BJP) નેતાઓ અને કાર્યકર્તાઓને વિજય સરઘસ ન કાઢવા માટે પણ સૂચના આપી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Game Zone Tragedy) બાદ પ્રદેશ ભાજપ દ્વારા શોક વ્યક્ત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણી માટેના પરિણામો જાહેર થશે. ગુજરાતની 25 બેઠકો માટે પરિણામોની જાહેરાત થશે. ત્યારે BJP ને રાજ્યની 25 એ 25 બેઠકો જીતવાનો વિશ્વાસ છે.
આ પણ વાંચો - Gandhinagar : DPS સ્કૂલમાં વિકરાળ આગ, વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર વિભાગે લીધું મોટું એક્શન
આ પણ વાંચો - Gujarat First Impact : સનાતન સંત સમિતિનો કલેક્ટરને પત્ર, સળગતા સવાલો સાથે કરી આ માગ
આ પણ વાંચો - RAJKOT ના પાપી મનોજ સાગઠીયાને પોલીસ દ્વારા VVIP સુવિધાઓ!