Gujarat ATS : ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપાઇ, 230 કરોડનો મુદ્દામાલ જપ્ત
Gujarat ATS : ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી (Gujarat ATS)કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર (Gandhinagar) પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ (MD drugs)જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી લીધી છે આ ત્રણે ફેક્ટરી માંથી ગુજરાતના ગાંધીનગરથી ઝડપાયેલ ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે.
25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત
મળતી માહિતી મુજબ ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પાસેથી ડ્રગ ફેક્ટરી ઝડપાઈ છે રાજસ્થાન અને ગુજરાતમાં જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ જેમાંથી રાજસ્થાન માંથી 2 અને ગુજરાતના ગાંધીનગર માંથી એક ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીનગરમાંથી મળી આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવાની કામગીરી ચાલી રહી હતી અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતુ.
ડ્રગ્સ મામલે ગુજરાત DGPનું નિવેદન
ડ્રગ્સ મામલે ગુજરાત DGP Vikas Sahay એ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી સિન્થેટીક્સ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત, 10ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ્સને લઈ તપાસ ચાલી રહી છે. આ ફેક્ટરીમાં બનાવવાનો કાચો માલ પણ મળી આવ્યો હતો. આ સાથે રાજસ્થાનમાં 2 જગ્યાએ ATSની તપાસ ચાલી રહી છે.
છેલ્લા 2 મહિનાથી મકાન ભાડે લીધું હતું
સમગ્ર મામલે DGP વિકાસ સહાયે (Vikas Sahay) વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી મકાન ભાડે આપ્યુ હોવાનું સામે આવ્યુ છે. નંદુબા પોપટજી વાઘેલા મકાન માલિક હોવાનો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મળ્યું હતું. રાજસ્થાનના બે યુવકોની સતત અવરજવર રહેતી હતી. ગામના જ યુવકે ઓળખ કરાવી ભાડે મકાન અપાવ્યું હતું. ડોક્ટરના નામે ઓળખાતો શખ્સ ડ્રગ્સ બનાવતો હતો. અલગ અલગ 4 જગ્યાઓ પર રેડ કરાઈ છે. કુલ 5 લોકો સંડોવાયેલા હોવાનું મળ્યુ છે. ગાંધીનગરના પીપળજમાંથી કુલ 5 આરોપીની અટક કરાઈ છે. કુલદીપ, રીતેષ, હરીશ, દીપક નામના આરોપીની અટક કરવામાં આવી છે. અલગ અલગ ફોર્મમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ હતું. 230 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે. ત્યારે મનોહરલાલ કરસનદાસ અગાઉ વર્ષ 2015માં DRI દ્વારા આબુરોડ ખાતે રીકો ઈન્ડસ્ટ્રીમાંથી રીકવર થયેલ 279 કિ.ગ્રા. મેકેડ્રોન (MD) સીઝર કેસમાં પણ મુખ્ય આરોપી હતો અને જે કેસમાં તેણે 07 વર્ષની સજા ભોગવેલ હતી
રાજસ્થાન અને ગુજરાતમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો
રાજસ્થાન અને ગુજરાતમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દોઢથી બે મહિના પહેલા માહિતી મળી હતી. તપાસ દરમિયાન અન્ય આરોપીઓના પણ નામ ખુલશે. વાપીના GIDCમાંથી રો મટિરિયલ મળ્યું હતું. મુખ્ય આરોપી કનૈયાલાલ જે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કરતો હતો. ગુજરાત ATS અને NCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો - VADODARA : કમાટીબાગમાં આધેડે ઝેરી દવા ગટગટાવી
આ પણ વાંચો - Loksabha Election : અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહી આ મોટી વાત
આ પણ વાંચો - Gujarat : રસ્તા પર સિંહ પરિવારના આંટાફેરા, એકસાથે 7 સિંહનું પેટ્રોલિંગ Viral Video