Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, પાકિસ્તાની જાસૂસની ધરપકડ

ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત એટીએસ દ્વારા એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની એજન્સી માટે ભારતમાં રહીને કામ કરી રહ્યો હતો. પકડાયેલા શખ્સના સંપર્કમાં રહેલા અન્ય શખ્સોની પણ શોધખોળ એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે....
ગુજરાત ats ને મળી મોટી સફળતા  પાકિસ્તાની જાસૂસની ધરપકડ

ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત એટીએસ દ્વારા એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની એજન્સી માટે ભારતમાં રહીને કામ કરી રહ્યો હતો. પકડાયેલા શખ્સના સંપર્કમાં રહેલા અન્ય શખ્સોની પણ શોધખોળ એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ માટે સમગ્ર ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

Advertisement

લાભ શંકર નામના પાકિસ્તાની જાસૂસની ATS દ્વારા ધરપકડ કરી 
ગુજરાત ATSએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે. લાભ શંકર નામના પાકિસ્તાની જાસૂસની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે લાભ શંકર નામનો આ વ્યક્તિ મૂળ પાકિસ્તાની છે અને ઘણા વર્ષોથી ગુજરાતમાં રહીને જાસૂસી કરતો હતો અને ભારતની ખૂબ જ મહત્વની અને ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનમાં મોકલતો હતો. ગુજરાત ATSની છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ પર નજર હતી. આખરે ATSએ આ જાસૂસને આણંદમાંથી ઝડપી લીધો છે.

Advertisement

પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યો

ગુજરાત એટીએસ દ્વારા જે પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યો છે. તે અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, એટીએસ દ્વારા ભારતીય ચલણ અને સીમકાર્ડ મોકલનારની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો શખ્સ પકિસ્તાન જાસૂસી એજન્સી માટે કામ કરતો હતો. એજન્સી માટે ભારતીય આર્મીના જવાન અને અધિકારીઓના ફોન ટેમ્પરિંગ કરતો હતો.

Advertisement

ગુજરાત ATSને ઘણા સમયથી તેના પર શંકા હતી. જેથી ATS તેનું સર્વેલન્સ કરી રહી હતી. લાભ શંકર સામેના ઘણા એવા ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે. જેનાથી તે જાસૂસ હોવાનું સાબીત થઇ રહ્યુ છે. ત્યારે ATS દ્વારા તેની ધરપકડ કરી તેણે અત્યાર સુધીમાં કઇ કઇ ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે તેની જાણકારી મેળવવા પ્રયાય શરુ કરવામાં આવી રહ્યા છે. તો તેની સાથે અન્ય કોઇ પણ મળેલુ છે કે કેમ તેની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

આ  પણ  વાંચો -UNWTO દ્વારા ઘોરડોને ‘BEST TOURISM VILLAGES’ ની યાદીમાં સ્થાન, આ કારણોથી મળ્યુ આ સન્માન

Tags :
Advertisement

.