ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે:ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી

  સુરત ઓલપાડના નધોઇ ખાતે હર્ષભાઇ સંઘવીનું નિવેદન ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂબંધીની છૂટ મુદ્દે નિવેદન "તેના આખા GR છે, નિયમ છે, તેને વિભાગ દ્વારા આપવામાં આવશે" કોંગ્રેસ પર હર્ષભાઇ સંઘવીએ બોલવાનું ટાળ્યું   રાજ્યમાં ગિફ્ટ સીટિમાં લિકર પરમિશન આપવામાં આવી...
07:23 PM Dec 25, 2023 IST | Hiren Dave

 

 

રાજ્યમાં ગિફ્ટ સીટિમાં લિકર પરમિશન આપવામાં આવી છે. જેના મુદ્દે હવે  સુરત ઓલપાડ  ખાતે  ગૃહ રાજ્યમંત્રીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.

લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે ગૃહ મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે, એના આખા જી.આર છે નિયમ છે તેને વિભાગ દ્વારા આપવામાં આવશે. તેમજ લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે. તેમજ સરકાર દ્વારા GR જાહેર કરવામાં આવશે.ગિફ્ટ સીટી ગાંધીનગર માં દારૂ ની છૂટ પર એના આખા GR છે નિયમ છે તેને વિભાગ દ્વારા આપવામાં આવશે તે પ્રકારે નિવેદન આપ્યું હતું.

ભારતીય NRG વિભાગમાં સતત સંપર્ક માં છે

આ ઉપરાંત વિદેશમાં એક ફ્લાઈટમાં કેટલાંક લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં ફ્રાન્સમાં અટવાયેલા ગુજરાતીઓ મુદ્દે ભારતીય NRG વિભાગમાં સતત સંપર્ક માં છે. આ એમ.ઇ.એ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે. જેના પર રાજ્ય સરકાર પણ સતત સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

 

રાજ્યના રમત ગમત,ગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામેં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન પ્લોટ સનદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નઘોઈ ગામ ખાતે તાલુકા કક્ષાના રમત ગમત સંકુલ તેમજ જમીન વિહોણા ખેત મજૂરોને મફત પ્લોટ સનદ વિતરણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ વન પર્યાવરણ મંત્રી મુકેશ દ્વારા લાભાર્થીઓને સનદ આપવામાં આવી હતી.

 

આ  પણ  વાંચો -કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી

 

Tags :
Gift CityGuidelinesGujaratHarsh Sanghavihome ministerspublishedsubstance permitsSuspicious
Next Article