Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GST Raid : 18 રિસોર્ટ- 16 વોટર પાર્કમાંથી 64 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળ્યાં, કિંમત 100 કરોડ પહોંચવાની વકી

રાજ્યના GST વિભાગે મોટી કાર્યવાહી (GST Raid) કરી છે. રાજ્યનાં 18 રિસોર્ટ (resorts) અને 16 વોટર પાર્કમાં વિભાગની અલગ-અલગ ટીમે દરોડા પાડી કરોડો રૂપિયાનાં શંકાસ્પદ વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. 16 વોટર પાર્કમાંથી (water parks) 64 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો...
gst raid   18 રિસોર્ટ  16 વોટર પાર્કમાંથી 64 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળ્યાં  કિંમત 100 કરોડ પહોંચવાની વકી

રાજ્યના GST વિભાગે મોટી કાર્યવાહી (GST Raid) કરી છે. રાજ્યનાં 18 રિસોર્ટ (resorts) અને 16 વોટર પાર્કમાં વિભાગની અલગ-અલગ ટીમે દરોડા પાડી કરોડો રૂપિયાનાં શંકાસ્પદ વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. 16 વોટર પાર્કમાંથી (water parks) 64 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યાં હોવાની માહિતી છે, જેની કિંમત રૂ.100 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. દરોડા દરમિયાન કુલ રૂ. 7 કરોડની રોકડ પણ જપ્ત કરાઇ હોવાની માહિતી છે.

Advertisement

7 કરોડની રોકડ પણ જપ્ત કરાઇ હોવાની માહિતી

રાજ્યમાં કરચોરીને ડામવા માટે જીએસટી વિભાગે (GST department) ઝુબેશ હાથ ધરી છે. જે હેઠળ રાજ્યભરનાં કુલ 18 રિસોર્ટ અને 16 વોટર પાર્કમાં વિભાગની અલગ-અલગ ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 16 વોટર પાર્કમાંથી (water parks) 64 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે, જેની કિંમત રૂ.100 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ઉપરાંત, દરોડા દરમિયાન કુલ 7 કરોડની રોકડ પણ જપ્ત કરાઇ હોવાની માહિતી છે.

આ જિલ્લાઓમાં GST વિભાગની કાર્યવાહી

જીએસટી વિભાગ દ્વારા અમદાવાદનાં (Ahmedabad) 4 અને હિંમતનગરનાં (Himmatnagar) 2 વોટર પાર્કમાં દરોડાની (GST Raid) કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મહેસાણાનાં 2, નવસારીનાં 2, રાજકોટનાં 4 વોટર પાર્કમાં રેડ કરી હતી. ઉપરાંત, બનાસકાંઠા (Banaskantha) અને ખેડાનાં 1-1 વોટર પાર્કમાં પણ જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી. ઉનાળા દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાનું સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamezone fire : ઓરિજનલ નાશ કરી ખોટું રજિસ્ટર ઊભું કરવાનો આરોપ, ગેમઝોનના મેનેજર સામે પણ ગંભીર આક્ષેપ

Advertisement

આ પણ વાંચો - Gadhada : સંપ્રદાય પર લાંછન લગાવતા સ્વામીઓ સામે હરિભક્તોમાં આક્રોશ, ટ્રસ્ટીઓને દૂર કરવાની પણ માગ!

આ પણ વાંચો - Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

Tags :
Advertisement

.