Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : કલાત્મક તાજીયા નિર્માણની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી

GONDAL : ગોંડલ ખાતે ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનવવામાં આવી રહ્યા છે તાજીયા બનાવવાની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે. થર્મોકોલ, જીલાઈટીનતા રંગબેરંગી લાઈટો અને જરી નો ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવવાની જીણવટ ભરી કામગીરીને મુસ્લિમ...
gondal   કલાત્મક તાજીયા નિર્માણની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી

GONDAL : ગોંડલ ખાતે ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનવવામાં આવી રહ્યા છે તાજીયા બનાવવાની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે. થર્મોકોલ, જીલાઈટીનતા રંગબેરંગી લાઈટો અને જરી નો ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવવાની જીણવટ ભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાજશાહી ના સમય થી તાજીયા બનાવવામાં આવે છે. જેમાં 21 જેટલા મોટા તાજીયા આવતી 16 તારીખે પળ માં આવશે. મુસ્લિમ યુવકો દ્વારા જ્યારે તાજીયા બનાવવા બેસે છે ત્યારે શિસ્તબધ રીતે માથા પર તાજ (ટોપી) પહેરીને તાજીયા બનાવે છે એ પણ એક અનોખી પરંપરા છે.

Advertisement

16 તારીખે સાંજે તાજીયા પળ માં આવશે

તાજીયા 16 તારીખે સાંજે વેરી દરવાજા એક સાથે ભેગા થઈ મોટી બજાર, દરબાર ચોક, પાંજરાપોળ, ચોરડી દરવાજા સહિત ના રૂટ પર પળમાં આવશે અને 17 તારીખે બપોર બાદ વેરી દરવાજા, મોટી બજાર, પાંજરાપોળ, ચોરડી દરવાજા થી મક્કા મસ્જિદ થઈ ફરી દરબાર ચોક, માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, ભગવતપરા બોદલશાપીરની દરગાહ પાસે પુર્ણાહુતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડશે.

Advertisement

દેવપરા નો તાજીયો 100 દિવસ માં તૈયાર થશે

ગોંડલ દેવપરા તાજીયા નંબર 9 માં ત્રણ મહિના થયા તાજીયા બનવવાનું કામ ચાલુ છે. રોજિંદા 20 લોકો કામ કરે છે. એક એક ઝીણી ઝીણી ડિઝાઈનો ને અલગ અલગ હાથ કટિંગ કરી થર્મોકોલ માં મેટાલીક કલર કરવામાં આવે છે. દેવપરા નો તાજીયો 100 દિવસ માં તૈયાર થશે તાજીયા માં લોખંડના પાઇપ, થર્મોકોલ, led લેમ્પ, ફિક્સલ લેમ્પ, કલર, ફેવિકોલ, ટાચણી, ખીલી, સહિતની વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવે છે તાજીયા ઓપરેટ કરવા માટે કંટ્રોલર એસ.એમ.પી.એસ, જનરેટર સહિત ના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ માં લેવામાં આવે છે.

Advertisement

આંબલી શેરી તાજીયા નંબર 16 માં તાજીયા ને તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

ન્યૂ સ્ટાર તાજીયા કમિટી તાજીયા નંબર 17 ચોરડી દરવાજા (સંઘાણી શેરી) ના તાજીયો 35 વર્ષ થી બનાવવામાં આવે છે તાજીયા બનાવવાની ની તૈયારી દોઢ મહિનાથી શરૂ કરી દેવામાં આવી છે. એક તાજીયો બનતા 48 દિવસ થશે. તાજીયા માં થર્મોકોલ માં જે ઝીણી ઝીણી ડિઝાઇન કરવામાં આવે છે તે હાથે કટિંગ કરવામાં આવે છે. મશીનરો નો ક્યાંય પણ ઉપયોગ કરતા નથી વરસાદ ના કારણે તાજીયો પલળે નહિ તેને લઈને પણ એક વ્યવસ્થા કરવામાં આવે છે 17 નંબર નો આ તાજીયો સૌની નજર ખેંચશે અદભુત લાઇટિંગ અને તાજીયો હાઇડ્રોલિંક અને ચેન ચક્કર ની મદદ થી ઊંચો નીચો પણ થઈ શકશે. આ તાજીયા ને જોવા માટે લોકો મોટી સંખ્યામાં દર વર્ષે ઉમટી પડે છે આ તાજીયો બનવવા માટે રોજિંદા 30 લોકો કામે લાગ્યા હોય છે રોજ સાંજે 9 થી સવારે 5 વાગ્યા સુધી સતત કામ કરે છે

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- Gujarat માં આજે અત્યંત ભારે વરસાદની આગાહી..

Tags :
Advertisement

.