Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh Gondal : ગણેશ ગોંડલના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ, દલિત યુવક માટે જુનાગઢથી સમાજની રેલી

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજુ સોલંકીના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. એક તરફ જ્યાં દલિત યુવકના સમર્થનમાં સમાજના લોકો દ્વારા ન્યાયની માગ ઉઠી છે ત્યારે...
09:00 AM Jun 12, 2024 IST | Vipul Sen

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજુ સોલંકીના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. એક તરફ જ્યાં દલિત યુવકના સમર્થનમાં સમાજના લોકો દ્વારા ન્યાયની માગ ઉઠી છે ત્યારે બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલનું માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) બંધ કરી રેલીની જાહેરાત કરાઈ છે.

ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બંધ જાહેર

માર્કેટિંગ યાર્ડ બંધ, જુનાગઢથી ગોંડલ સુધી રેલી

પ્રાપ્ત માહિતી મુજબ, આજે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગણેશ ગોંડલના (Ganesh Gondal) સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે એવી જાહેરાત કરાઈ છે. સાથે જ ગોંડલના 84 ગામડા પણ ગણેશ ગોંડલના સમર્થનમાં બંધ રહેશે અને રેલીનું આયોજન કરાશે એવી માહિતી છે. બીજી તરફ અનુસૂચિત જાતિના લોકો પણ જુનાગઢથી (Junagadh) ગોંડલ સુધી રેલી યોજશે અને જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલમાં તંગદિલીને લઈ 1500 થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

ગોંડલ ટાઉનહોલ ખાતે પોલીસની મિટિંગ યોજાઈ

ગોંડલમાં 5 જિલ્લાની પોલીસનો કાફલો

માહિતી મુજબ, ગોંડલની (Gondal) પરિસ્થિતિને જોતા કોઈ અનિચ્છનીય ઘટનાના સર્જાય તે માટે ગોંડલમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 5 જિલ્લા રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar), સુરેન્દ્રનગર, દ્વારકા (Dwarka) અને મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ પણ બંદોબસ્ત તહેનાત રહેશે. માહિતી અનુસાર, 4 DYSP, 11 PI, 34 PSI, 4 ઘોડેસ્વાર પોલીસ, 400 પોલીસ, 12 TRP, 95 હોમગાર્ડ સહિત અંદાજે 1500 થી વધુ પોલીસ કર્મચારીઓને ગોંડલમાં તહેનાત કરાયા છે. ગોંડલ ટાઉનહોલ ખાતે DYSP એસ.એસ. રઘુવંશી તેમ જ DYSP કે.જી. ઝાલાના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ હતી, જેમાં ગોંડલની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી.

 

આ પણ વાંચો - Gondal: દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો શું છે મામલો..

આ પણ વાંચો - Ganesh Gondal : ફરિયાદી યુવકને બોલાવી 10 શખ્સોની ઓળખ પરેડ, રિમાન્ડ નામંજૂર થતા HC જશે પોલીસ!

આ પણ વાંચો - Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી…

Tags :
BJPCongressDwarkaGanesh GondalGanesh JadejaGondalGondal marketing yardGujarat FirstGujarati NewsJamnagarJunagadhmorbipoliceRAJKOTSanju SolankiSurendranagar
Next Article