Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આજે કરશે જાહેરાત!

શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર (State Government) આજે શિક્ષકોની ભરતીને (Recruitment of Teachers) લઈ મોટી જાહેરાત કરી શકે છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાયેલ કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે કુલ 24,700 જગ્યાઓ પર શિક્ષકોની...
02:41 PM Jul 03, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર (State Government) આજે શિક્ષકોની ભરતીને (Recruitment of Teachers) લઈ મોટી જાહેરાત કરી શકે છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાયેલ કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે કુલ 24,700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવા અંગે ચર્ચા કરી હતી. આજે યોજાયેલ કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting) શિક્ષકોની ભરતીને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી છે. આ મામલે બપોરે 4 વાગ્યે પ્રવકતા મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે.

કુલ 24,700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવા અંગે ચર્ચા

ગાંધીનગરમાં (Gandhinagar) આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) મળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી છે. રાજ્યમાં કુલ 24,700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવા અંગે આજે જાહેરાત થઈ શકે છે. અહેવાલ છે કે બેઠકમાં શિક્ષકોની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે સાંજે 4 વાગે પ્રવક્તા મંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપશે.

ટેટ 2 પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા

આ પહેલા સમાચાર હતા કે રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી (Recruitment of Teachers) માટે સરકારે કવાયત હાથ ધરી છે. રાજ્યમાં 10 હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં ભરતી કરવામાં આવી શકે છે. સાથે જ ટેટ 2 પાસ (TET 2 Pass Candidates) ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા છે જ્યારે ટેટ 1 પાસ કરનારા ઉમેદવારોની (TET 1 Pass Candidates) સંખ્યા ઘણી ઓછી છે. આથી ભરતી પણ ઓછી થવાની સંભાવના છે. જો કે, આ બાબતે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપી શકે છે.

કેબિનેટની બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting) રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પર પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પડેલા ભારે વરસાદ, પ્રવેશોત્સવ બાદ અધિકારીઓ પદાધીકારીઓના મુલ્યાંકન, શિક્ષણ વિભાગમાં નવી ભરતી, બદલીના નિયમો સહીતના મુદ્દાઓ પર આજે સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડના (Rajkot Gamzone Fire) 3 IAS ના રિપોર્ટ અને આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચો - Gujarat High Court : “એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે..”

આ પણ વાંચો - Monsoon in Gujarat : આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, બે જળાશયો છલકાતાં હાઈ એલર્ટ!

આ પણ વાંચો - Surat : બિહારની ગેંગવોરમાં ફરાર કુખ્યાત શાર્પ શૂટર હજીરા રોડથી ઝડપાયો, હજારો રૂપિયાનું હતું ઇનામ

Tags :
3 IASCabinet-meetingCM BHUPENDRA PAELEducation-DepartmentGandhinagarGujarat FirstGujarati NewsRajkot fire incidentRajkot Gamzone Firerecruitmentstate governmentTeachersTET 1 pass candidatesTET 2 pass candidatesweather forecast
Next Article