Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : લોકસભાની 26 બેઠકો પર મંથન કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ભાજપ (BJP) પક્ષે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. હાલ ગાંધીનગરમાં (Gandhinagar) CM નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા છે અને...
gandhinagar   લોકસભાની 26 બેઠકો પર મંથન કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ભાજપ (BJP) પક્ષે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. હાલ ગાંધીનગરમાં (Gandhinagar) CM નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા છે અને અન્ય અગ્રણીઓ સાથે લોકસભાની ચૂંટણીને લઈએ મંથન કરી રહ્યા છે.

Advertisement

CM, પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ભાજપ પક્ષની ગાંધીનગરમાં (Gandhinagar) CM નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની (Parliamentary Board Meeting) બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR Patil) હાજરીમાં મંથન શરૂ થયું છે. માહિતી મુજબ, આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના સભ્યો હાજર રહ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો નિરીક્ષકોને સાંભળશે. ઉપરાંત, સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરનારા દાવેદારો અંગે પણ ચર્ચા કરાશે. એવી પણ માહિતી છે કે લોકસભા દીઠ તૈયાર કરાયેલ દાવેદારોનું લિસ્ટ આ પાર્લામેન્ટરી બોર્ડમાં મુકાશે.

3થી 5 નામની પેનલ પણ તૈયાર કરાશે

માહિતી મુજબ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લોકસભાની 26 બેઠકો માટે 3થી 5 નામની પેનલ પણ તૈયાર કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ કાલે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. આવતીકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા થશે. માહિતી છે કે, 3 થી 5 નામોની પેનલનું લિસ્ટ પણ દિલ્હી (Delhi) લઇ જવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Congress : રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું

Advertisement

આ પણ વાંચો - Girnar : ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલવારી માટે 6 ટીમોની રચના!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.