Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : 'ફિલ્મફેર એવોર્ડ' ને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, 28મીએ આ માર્ગ જાહેર જનતા માટે બંધ, વાંચો વિગત

આગામી દિવસોમાં ગાંધીનગરની (Gandhinagar) ગિફ્ટ સિટીમાં (Gift City) નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે ફિલ્મફેર એવોર્ડને (National Filmfare Award) લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ, 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રી સુધી અમુક...
gandhinagar    ફિલ્મફેર એવોર્ડ  ને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું  28મીએ આ માર્ગ જાહેર જનતા માટે બંધ  વાંચો વિગત

આગામી દિવસોમાં ગાંધીનગરની (Gandhinagar) ગિફ્ટ સિટીમાં (Gift City) નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે ફિલ્મફેર એવોર્ડને (National Filmfare Award) લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ, 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રી સુધી અમુક રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલી ગિફ્ટ સિટી (Gift City) માં આગામી દિવસોમાં વિકાસના કાર્યો પૂરજોશમાં શરૂ કરાશે. ત્યારે અગાઉ ગુજરાત સરકારની ગુજરાત ટુરિઝમની મળેલી બેઠકમાં ફિલ્મફેર એવોર્ડ (National Film Fare Award) સમારોહને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ, ફિલ્મફેર 2024 એવોર્ડસનું આયોજન 28 જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફટ સિટીમાં થશે. ત્યારે હવે આ કાર્યક્રમને લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

Advertisement

આ રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રહેશે

જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ, નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ નિમિત્તે 28 જાન્યુઆરી, 2024 ના રોજ ગાંધીનગરમાં (Gandhinagar) પીડીપીયુથી (PDPU) ગિફ્ટ સિટી તરફ જતાં આઈકોનિક બ્રિજ અને ગિફ્ટ સિટી તરફનો રસ્તો જાહેર જનતાની અવરજવર માટે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, શાહપુર બ્રિજથી ગિફ્ટ સિટી તરફ જતો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે શાહપુર બ્રિજથી સીધા લવારપુર બ્રિજ તરફનો માર્ગ વાહનચાલકોના અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ગોધરાકાંડ બાદ બદલો લેવા UP થી હથિયાર મંગાવનાર મહિલા આરોપી 18 વર્ષે ઝડપાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.