ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) માટે વર્ષ 2022 ખૂબ જ સફળ રહ્યું. તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરીને ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલું જ નહીં, કરણની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'એ પણ દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી. કરણ જોહર હવે તેના ફેન્સ માટે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે.તાજેતરમાં, કરણ જોહરે (Karan Johar) તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની નવી ફિલ્મની
ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) માટે વર્ષ 2022 ખૂબ જ સફળ રહ્યું. તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરીને ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલું જ નહીં, કરણની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'એ પણ દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી. કરણ જોહર હવે તેના ફેન્સ માટે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે.
તાજેતરમાં, કરણ જોહરે (Karan Johar) તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ હજુ સુધી જણાવવામાં આવ્યું નથી, પરંતુ કરણ જોહરે (Karan Johar) ફિલ્મની કાસ્ટ અને રિલીઝ ડેટની સાથે ડિરેક્ટરનું નામ ચોક્કસ જણાવ્યું છે. વિકી કૌશલ ફરી એકવાર કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે. તેની સાથે એમી વિર્ક અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં હશે.
કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'અમે તમારી માટે ટેલેન્ટના ત્રણ પાવરહાઉસ લાવી રહ્યા છીએ વિકી કૌશલ (Vicky Kaushal), તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અને એમી વિર્ક. આનંદ તિવારી તેમનું નિર્દેશન કરશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ તે 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. કરણે તેના નવા પ્રોજેક્ટને ડાયરેક્ટ કરવા માટે આનંદ તિવારીને સાઈન કર્યા છે. આનંદ તિવારી માત્ર દિગ્દર્શક જ નહીં પણ અભિનેતા પણ છે. ગયા વર્ષે, તેણે માધુરી દીક્ષિત અભિનીત વેબ સિરીઝ 'માજા મા'નું નિર્દેશન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે કરણ જોહર પોતાની બીજી ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે, જેનું નિર્દેશન તે પોતે કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે 'રોકી અને રાનીની લવસ્ટોરી'. તે 28 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિત અન્ય ઘણા કલાકારો જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ વિકી કૌશલના કરિયરમાં કયો વળાંક લે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.