Free Education Provide: છેલ્લા 10 વર્ષથી અવિરત નિ:શુલ્ક શિક્ષણ આપી રહ્યા પિતા અને સંતાનો
Free Education Provide: આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ મહત્વનું બની ગયું છે. જોકે શિક્ષણ મોંઘુ પણ બની રહ્યું છે. આજના મોંઘવારીના સમયમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં બાળકો ઈચ્છતા હોવા છતાં મોંઘવારી અથવા ગરીબીના કારણોસર ભણી નથી શકતા અથવા તેમને પૂરતું શિક્ષણ મળતું નથી.
- શાળાનો પટ્ટાવાળો બાળકોને શિક્ષણ આપી રહ્યો
- સ્લમ વિસ્તારના બાળકોને નિ:શુલ્ક શિક્ષણનું દાન
- 10 વર્ષથી પરિવારના તમામ સભ્યો મુહિમ જોડાયેલા
સ્લમ વિસ્તારના બાળકોને પૂરતું ભણતર મળી રહે તે માટે માધાપર ગામમાં રહેતા ભીમજી લાડક કે જેઓ 4 ચોપડી ભણેલા છે. તેઓ હાલમાં એક શાળામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લાં 10 વર્ષથી દરરોજ સાંજે માધાપરના રામ મંદિર ખાતે સ્લમ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન આપે છે.
તેઓ દરરોજ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી અને પરીક્ષાના સમયગાળામાં 8:30 વાગ્યા સુધી અભ્યાસ કરાવે છે. વર્ષ 2013 માં ભીમજી લાડકે બાળકોને જાતે ટ્યુશન ભણાવવાનો વિચાર આવ્યો હતો. તેમની બંને દીકરી જયા લાડક અને જાગૃતિ લાડક તથા દીકરો ભરત લાડક પણ તેમના આ ઉમદા વિચાર તથા કાર્યમાં જોડાઈ ગયા છે.
Free Education Provide:
સમગ્ર પરિવાર અત્યારે માધાપરના કોલીવાસમાં આવેલા રામ મંદિરમાં 85 સ્લમ વિસ્તારના બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે. ભીમજી લાડક સહિત તેમની દીકરી અને દીકરો નોકરી કરવાની સાથે દરરોજ નિયમિતપણે બાળકોને શિક્ષણ આપે છે.
આ પરિવાર ધોરણ 1 થી 9 સુધીનું બાળકોને શિક્ષણ આપે છે
10 વર્ષ અગાઉ શરૂ થયેલ આ ટ્યુશન ક્લાસમાં શરૂઆત 20-25 બાળકોથી થઈ હતી. હાલમાં અહીં 85 જેટલા બાળકો ટ્યુશન લેવા આવે છે. ભીમજી લાડક અને તેમનો પરિવાર અહીં દરરોજ બાલમંદિરની લઈને 9 મા ધોરણ સુધીના બાળકોને ટ્યુશન કરાવે છે.
અહીંથી ભણેલા બાળકો શૈક્ષણિક સ્તરે થયા સફળ
રામ મંદિરના પ્રાંગણમાં બાળકો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવા વિવિધ વિષયોમાં અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે. અહીંથી ભણીને 2-3 છોકરાઓ નોકરીએ લાગ્યા છે. 10 મું ધોરણ પાસ કરીને ગયેલી દીકરીઓ કોલેજમાં પણ ભણતી થઈ છે. બાળકોને અહી ભણતરની સાથે તેમનામાં વિવિધ ધાર્મિક આસ્થાનું પણ સિંચન કરવામાં આવે છે.
અહેવાલ કૌશીક છાંયા
આ પણ વાંચો: Banaskantha : કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતાએ પક્ષને કહ્યું ‘બાય બાય’, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!