Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Free Education Provide: છેલ્લા 10 વર્ષથી અવિરત નિ:શુલ્ક શિક્ષણ આપી રહ્યા પિતા અને સંતાનો

Free Education Provide: આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ મહત્વનું બની ગયું છે. જોકે શિક્ષણ મોંઘુ પણ બની રહ્યું છે. આજના મોંઘવારીના સમયમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં બાળકો ઈચ્છતા હોવા છતાં મોંઘવારી અથવા ગરીબીના કારણોસર ભણી નથી શકતા અથવા...
free education provide  છેલ્લા 10 વર્ષથી અવિરત નિ શુલ્ક શિક્ષણ આપી રહ્યા પિતા અને સંતાનો
Advertisement

Free Education Provide: આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ મહત્વનું બની ગયું છે. જોકે શિક્ષણ મોંઘુ પણ બની રહ્યું છે. આજના મોંઘવારીના સમયમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં બાળકો ઈચ્છતા હોવા છતાં મોંઘવારી અથવા ગરીબીના કારણોસર ભણી નથી શકતા અથવા તેમને પૂરતું શિક્ષણ મળતું નથી.

Advertisement

  • શાળાનો પટ્ટાવાળો બાળકોને શિક્ષણ આપી રહ્યો
  • સ્લમ વિસ્તારના બાળકોને નિ:શુલ્ક શિક્ષણનું દાન
  • 10 વર્ષથી પરિવારના તમામ સભ્યો મુહિમ જોડાયેલા

સ્લમ વિસ્તારના બાળકોને પૂરતું ભણતર મળી રહે તે માટે માધાપર ગામમાં રહેતા ભીમજી લાડક કે જેઓ 4 ચોપડી ભણેલા છે. તેઓ હાલમાં એક શાળામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લાં 10 વર્ષથી દરરોજ સાંજે માધાપરના રામ મંદિર ખાતે સ્લમ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન આપે છે.

Advertisement

તેઓ દરરોજ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી અને પરીક્ષાના સમયગાળામાં 8:30 વાગ્યા સુધી અભ્યાસ કરાવે છે. વર્ષ 2013 માં ભીમજી લાડકે બાળકોને જાતે ટ્યુશન ભણાવવાનો વિચાર આવ્યો હતો. તેમની બંને દીકરી જયા લાડક અને જાગૃતિ લાડક તથા દીકરો ભરત લાડક પણ તેમના આ ઉમદા વિચાર તથા કાર્યમાં જોડાઈ ગયા છે.

Advertisement

Free Education Provide

Free Education Provide:

સમગ્ર પરિવાર અત્યારે માધાપરના કોલીવાસમાં આવેલા રામ મંદિરમાં 85 સ્લમ વિસ્તારના બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે. ભીમજી લાડક સહિત તેમની દીકરી અને દીકરો નોકરી કરવાની સાથે દરરોજ નિયમિતપણે બાળકોને શિક્ષણ આપે છે.

આ પરિવાર ધોરણ 1 થી 9 સુધીનું બાળકોને શિક્ષણ આપે છે

10 વર્ષ અગાઉ શરૂ થયેલ આ ટ્યુશન ક્લાસમાં શરૂઆત 20-25 બાળકોથી થઈ હતી. હાલમાં અહીં 85 જેટલા બાળકો ટ્યુશન લેવા આવે છે. ભીમજી લાડક અને તેમનો પરિવાર અહીં દરરોજ બાલમંદિરની લઈને 9 મા ધોરણ સુધીના બાળકોને ટ્યુશન કરાવે છે.

અહીંથી ભણેલા બાળકો શૈક્ષણિક સ્તરે થયા સફળ

રામ મંદિરના પ્રાંગણમાં બાળકો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવા વિવિધ વિષયોમાં અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે. અહીંથી ભણીને 2-3 છોકરાઓ નોકરીએ લાગ્યા છે. 10 મું ધોરણ પાસ કરીને ગયેલી દીકરીઓ કોલેજમાં પણ ભણતી થઈ છે. બાળકોને અહી ભણતરની સાથે તેમનામાં વિવિધ ધાર્મિક આસ્થાનું પણ સિંચન કરવામાં આવે છે.

અહેવાલ કૌશીક છાંયા

આ પણ વાંચો: Banaskantha : કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતાએ પક્ષને કહ્યું ‘બાય બાય’, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!

Tags :
Advertisement

Related News

featured-img
જૂનાગઢ

Junagadh : શ્વાન વચ્ચે આવી જતાં બાઈક સવાર બે પૈકી એક યુવકનું મોત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલની ઘટનાનાં પડઘા! એકસાથે 440 પોલીસકર્મીઓની બદલીનાં આદેશ

featured-img
ગુજરાત

Gandhinagar : પોલીસ એક્વેટીક કલસ્ટર ચેમ્પિયનશિપનો પ્રારંભ, દેશભરનાં પોલીસ જવાનો ભાગ લેશે

featured-img
ગુજરાત

Valsad : 3 વર્ષની માસૂમને પીંખી નાખનાર નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા

featured-img
Top News

Religious Conversion : ચૈતર વસાવા, શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓએ આપી પ્રતિક્રિયા

featured-img
વડોદરા

Vadodara : VMC ની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઊગ્ર બોલાચાલી

Trending News

.

×