Panchmahal : જૈન તીર્થંકરની પ્રતિમાઓ ખંડિત થવા મામલે આખરે FIR, ગૃહરાજ્ય મંત્રીએ કહી આ વાત!
Panchmahal : યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે જૈન તીર્થંકરની પૌરાણિક પ્રતિમાઓ હટાવવા અને ખંડિત થવાં મામલે મોટા સમાચાર આવ્યા છે. હાલોલનાં (Halol) જૈન સમાજનાં અગ્રણી દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ મૂર્તિઓ ખંડિત કરી જૈન સમાજની લાગણી દુભાવવા મુદ્દે પાવાગઢ પોલીસ મથકે FIR નોંધાવાઈ છે. પોલીસ ફરિયાદ અંગે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે.
હાલોલમાં પોલીસે FIR નોંધી
પાવાગઢ (Pavagadh) ખાતે જૈન તીર્થકરોની (Jain Tirthankar) મૂર્તિ ખંડિત થવાં મામલે જૈન સમાજનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાવાગઢ, સુરત (Surat), પંચમહાલ (Panchmahal) સહિત વિવિધ જિલ્લાઓમાં જૈન સમાજનાં લોકો ધરણાં પ્રદર્શન કરી આ મામલે જવાબદારો સામે પોલીસે FIR નોંધવા માગ કરી છે. ત્યારે હવે હાલોલમાં જૈન સમાજનાં અગ્રણી દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ મૂર્તિઓ ખંડિત કરી જૈન સમાજની લાગણી દુભાવવા મુદ્દે પાવાગઢ પોલીસ મથકે FIR (Pavagadh Police) નોંધાવી છે. પોલીસ ફરિયાદ અંગે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ ટ્વીટ કર્યું છે.
FIR નોંધવાની જૈન સમાજની માગણી
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર શક્તિદ્વાર પાસે જુનાં પગથિયામાં ઓટલા પરથી કોઈ અજાણ્યા ઇસમે જૈન તીર્થંકરની પૌરાણિક પ્રતિમાઓ કાઢી નાખી અને જુનાં પગથિયા પાસે ખંડિત મૂકી દીધી હતી. આ ઘટનાથી જૈન સમુદાયની (Jain Samaj) લાગણી દુભાવી છે. સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કર્યા બાદ પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી માગ જૈન સમાજ દ્વારા સતત થતાં આખરે હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાવાગઢ પોલીસ દ્વારા કલમ 295 (ક) મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો - Surat : ખંડિત પ્રતિમાઓની પુનઃસ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી : જૈનાચાર્ય
આ પણ વાંચો - VADODARA : પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા આક્રોશ, ત્રણ દિવસનું અલ્ટીમેટમ
આ પણ વાંચો - Pavagadh : મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં રોષ