Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાલોલના સરકારી મોડલ સ્કૂલની ગંભીર બેદરકારી આવી સામે

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ સરકારી મોડલ સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે, હાલોલની આવેલ સરકારી મોડલ શાળાના વિદ્યાર્થીઓની જીવના જોખમી રીતે બેસાડી ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લાવવામાં આવ્યા હોવાના દૃશ્યો સામે આવતા જ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે...
હાલોલના સરકારી મોડલ સ્કૂલની ગંભીર બેદરકારી આવી સામે
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ સરકારી મોડલ સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે, હાલોલની આવેલ સરકારી મોડલ શાળાના વિદ્યાર્થીઓની જીવના જોખમી રીતે બેસાડી ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લાવવામાં આવ્યા હોવાના દૃશ્યો સામે આવતા જ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે અને સંલગ્ન વિભાગને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ શાળા પ્રશાસન તરફથી વાહન બગડી જતા વચ્ચેથી બીજો વાહન વ્યવસ્થા કર્યો હોવાનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના હરણી હત્યાકાંડ બાદ પણ સરકારી બાબુઓ કે શાળાના સંચાલકો અને શિક્ષકો કોઈ બોધ પાઠ લેવા માંગતા નથી તેમ લાગી રહ્યું છે.  હરણી બોટ દુર્ઘટના બાદ આજે પણ જોખમી સવારી કે મુસાફરી યથાવત જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલના સરકારી મોડલ સ્કૂલના બાળકોને એક પિકઅપ ગાડીના ખુલ્લા ડાલામાં ઘેટાં બકરાની જેમ બેસાડી જોખમી મુસાફરી કરતા હોવાના વિડિઓ સામે આવ્યા છે.

મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને ખુલ્લા ડાલામાં 25 કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડી લાવવામાં આવ્યા

આજે વહેલી સવારે હાલોલ થી ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સરકારી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને ખુલ્લા ડાલામાં 25 કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડી લાવવામાં આવ્યા છે. ત્યારે શાળાના બાળકોના કોચ દ્વારા જણાવ્યું હતું કે, આજ રોજ ખેલમહાકુંભ જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધા ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજવામાં આવી હતી અને આ સ્પર્ધાની એક્ટિવિટી માટે હાલોલની સરકારી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને શાળાની અન્ય ગાડીમાં લાવવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાડી બગડી જતા વૈકલ્પિક વ્યવસ્થા અને સમયસર પોહચાડવા માટે પિક અપ ગાડીનો સહારો લેવામાં આવ્યો હતો. અને આ પિક અપ ગાડીમાં 25 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે શાળાના શિક્ષકે પણ આ બેદરકારી હોવાનું કબૂલ કર્યું છે અને આવનાર સમયમાં આવી રીતે ગંભીર બેદરકારી ન થાય તેવું જણાવ્યું હતું.
પીકઅપ ગાડીના ખુલ્લા ડાલામાં 25 થી વધુ વિધાર્થીઓને જોખમી રીતે ઘેટાં બકરાની જેમ ખીચોખીચ ભરી ગોધરામાં લાવવામાં આવ્યા હોવાના વિડિઓ વાયરલ થતા જ તંત્ર પણ હરકત માં આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ સંલગ્ન વિભાગને તમામ વિગતો મેળવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તે સાથે જ સરકારની ગાઈડલાઈણ છે તેનો પાલન કરવા અને ફરીથી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
પરંતુ હાલ આ જોખમી મુસાફરીને લઈ શાળા અને શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે. વડોદરાની હરણી બોટ દુર્ધટનામાં ૧૨ માસૂમ બાળકોના મોત નિપજ્યા છે તે  બાદ પણ આવી સરકારી શાળાઓના શિક્ષકો ભાન ભૂલી ગયા હોય તેમ શાળા બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે  આ પીક અપ ડાલામાં વિધાર્થીઓને ભરીને જવાનો પરવાનો શિક્ષકોને કોણે આપ્યો....? તે અંગે તપાસ કરવામાં આવેશે કે કેમ તે જોવાનું રહ્યું.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 
Advertisement
Tags :
Advertisement

.