Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

3 ઝોનની વિદ્યુત સહાયકની ભરતી થઈ રદ, જાણો શું કારણ?

વિદ્યુત સહાયકની ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી છે. રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ (GUVNL) તેમ જ...
3 ઝોનની વિદ્યુત સહાયકની ભરતી થઈ રદ  જાણો શું કારણ

વિદ્યુત સહાયકની ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી છે. રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ (GUVNL) તેમ જ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં સદર ક્ષતિ ધ્યાનમાં આવી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, 3 ઝોન રાજકોટ, ભરુચ અને મહેસાણા હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દબાતલ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધેલ હોય તે જ ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવું પણ જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, 6થી 13 માર્ચ અને 9 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનમાં લેખિત પરીક્ષા યોજવવામાં આવી હતી. પરંતુ, આ પોલ ટેસ્ટની પરીક્ષામાં ક્ષતિ હોવાનું રજૂઆત મળી હતી. જે બાદ આ અંગે તપાસ કરવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.

તપાસ કરતા સદર ક્ષતિ ધ્યાનમાં આવી

Advertisement

તપાસ કમિટી દ્વારા આ મામલે તપાસ કરતા સદર ક્ષતિ ધ્યાનમાં આવી છે. ત્યારે હવે GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતીને રદ કરવામાં આવી છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા એમ 3 ઝોન હેઠળની ભરતી પ્રક્રિયા રદ્દબાતલ જાહેર કરાઇ છે. હવે ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે. જો કે, અગાઉ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધેલા હોય તે જ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા જાહેર કરાશે.

Advertisement

આ પણ વાંચો - છોટાઉદેપુરમાં પાલિકા તંત્ર કામે લાગ્યું, ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર

Tags :
Advertisement

.