ElectionUpdate : BJP કાર્યકર્તાઓની ઠેર ઠેર ઉજવણી, પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીનો થયો ભેટો
ElectionUpdate : ગુજરાતમાં (Gujarat) 25 લોકસભા બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જો કે, 23 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) આગળ છે ત્યારે 2 બેઠક પર કોંગ્રેસ (Congress) આગળ ચાલી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની શાનદાર જીતને લઈ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના કમલમ ખાતે મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો એકત્ર થયા છે અને ઉજવણી કરી રહ્યા છે.
કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા
ગાંધીનગર (Gandhinagar) બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) શાનદાર જીત થવા જઈ રહી છે. તેઓ 3.71 લાખની જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. સાથે જ ગુજરાતની 23 બેઠકો પર બીજેપીની જીત લગભગ પાક્કી માનવામાં આવી રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરના કમલમ (Kamalam) ખાતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને પાર્ટીના ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરી ઉજવણી કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એક સાથે જોવા મળ્યા
પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની મુલાકાત
રાજકોટ (Rajkot) બેઠકની વાત કરીએ તો આ વખતે આ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી. પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિવાદ હોય કે પછી ક્ષત્રિય સમાજનો (Kshatriya Samaj) આક્રોશ અને વિરોધ હોય. જો કે, આ તમામ ઘટનાઓ પછી પણ રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા 2.94 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી (Paresh Dhanani) ચૂંટણી મેદાને છે જે હાલ પાછળ ચાલી રહ્યા છે. જો કે, મતગણતરી દરમિયાન પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એક સાથે જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર બંને નેતાઓનો ભેટો થતા એકબીજા સાથે મુલાકાત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો - Porbandar: મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ, અર્જુન મોઢવાડિયા 66,234 મતોથી આગળ, જીત પાક્કી!
આ પણ વાંચો - ElectionsResults : અહીં BJP ની જીત પાક્કી! આ ઉમેદવારો પહેરશે જીતનો તાજ!
આ પણ વાંચો - Gujarat ElectionsResults : ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભારી મતોથી વિજય