Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ElectionsResults : બનાસની બહેનનો અવાજ લોકસભામાં ગૂંજશે : શક્તિસિંહ ગોહિલ

ElectionsResults : ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસે (Congress) માત્ર 1 બેઠક પર જીત હાંસલ કરી છે. જો કે, કોંગ્રેસ ભાજપના (BJP) હેટ્રિકના સપનાને તોડી પાડવામાં સફળ રહી છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)...
electionsresults   બનાસની બહેનનો અવાજ લોકસભામાં ગૂંજશે   શક્તિસિંહ ગોહિલ

ElectionsResults : ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસે (Congress) માત્ર 1 બેઠક પર જીત હાંસલ કરી છે. જો કે, કોંગ્રેસ ભાજપના (BJP) હેટ્રિકના સપનાને તોડી પાડવામાં સફળ રહી છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દેશની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે BJP પર આકરા પ્રહાર કર્યા હતા.

Advertisement

મતદાતાઓએ નક્કી કર્યું કે લોકતંત્રમાં નાગરિકો મહત્ત્વના છે : શક્તિસિંહ

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે, હું નતમસ્તક થઈને દેશની જનતાનો આભાર માનું છું. મતદાતાઓએ આ વખતે નક્કી કર્યું કે લોકતંત્રમાં નાગરિકો મહત્ત્વના હોય છે. ખેલમાં સમાન વ્યવસ્થા બંને તરફ હોવી જોઈએ. ભલે વડાપ્રધાન હોય તો પણ ચૂંટણીમાં તેઓ સામાન્ય ઉમેદવાર જેવા જ હોય છે. તેમણે બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, 'અબકી બાર 400 પાર' નો અહંકાર ભાજપે દર્શાવ્યો, જે જનતાએ તોડી નાખ્યો છે. ચૂંટણીમાં કોંગ્રસના 11 ખાતા ફ્રીઝ કરી દીધા હતા. જો કે, તેમ છતાં કોંગ્રેસ પક્ષ લોકોના સમર્થનથી ચૂંટણી લડ્યો. ગુજરાત અને દેશની જનતાને સલામ છે. ઉમેદવારોને પણ અભિનંદન કે તેમણે 5 લાખનો અભિમાન તોડ્યો છે.

Advertisement

''મેં અકેલા સબ પે ભારી' ના નારા લગાવતા'

શક્તિસિંહે (Shaktisinh Gohil) ગેનીબેન (Ganiben Thakor) વિશે વાત કરતા કહ્યું કે, બનાસની બહેન હવે દેશની બહેન બની છે. બનાસની બહેનનો અવાજ હવે લોકસભામાં ગૂંજશે. ઉપરાંત તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં ભાજપે તેના સાથી પક્ષો સાથે કરેલો વ્યવહાર યોગ્ય નહોતો. આથી, NDA માં સાથે રહેલા પક્ષો હવે સાથે રહે એવું મને લાગતું નથી. NDA ના સાથી પક્ષોને અન્ય ઘટકદળો સાથે જોડવાનો મોકો મળશે તો જોડાઈ શકે છે. શક્તિસિંહે કહ્યું કે, 'મેં અકેલા સબ પે ભારી' ના નારા લગાવતા હતા, હવે જાવો અને એકલા સરકાર બનાવો.

Advertisement

આ પણ વાંચો - Gujarat: ‘ગુજરાતમાં 25 બેઠકો પર પૂરી તાકાત સાથે જીત્યા’ સી.આર પાટીલે જણાવ્યું જીતનું કારણ

આ પણ વાંચો - Banaskantha : જીત બાદ જનતાનું અભિવાદન ઝીલતા ગેનીબેન થયાં ભાવુક, જુઓ Video

આ પણ વાંચો - Lok Sabha Elections 2024 : ગેનીબેન ઠાકોરના કારણે ભાજપની હેટ્રિક અટકી : પૂર્વ CM રૂપાણી

Tags :
Advertisement

.