Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka : કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાએ ખોલી દીધી પોલ

દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ થયો છે. ગુરુગઢ ગામની (Gurugarh village) દરગાહમાં બે બાબા ધતિંગ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મંત્રેલા પાણી અને ભભૂતિથી બાબાઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હતા. લોકોનું દુઃખ-દર્દ દૂર કરવાના નામે બંને બાબા રૂપિયા પડાવતા...
dwarka   કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ  વિજ્ઞાન જાથાએ ખોલી દીધી પોલ

દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ થયો છે. ગુરુગઢ ગામની (Gurugarh village) દરગાહમાં બે બાબા ધતિંગ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મંત્રેલા પાણી અને ભભૂતિથી બાબાઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હતા. લોકોનું દુઃખ-દર્દ દૂર કરવાના નામે બંને બાબા રૂપિયા પડાવતા હતા. બંને ધતિંગબાજ બાબાની વિજ્ઞાન જાથાએ (Vigyan Jatha) પોલ ખોલી હતી. આ મામલે કલ્યાણપુર પોલીસે (Kalyanpur police) કાર્યવાહી કરી બંને ધતિંગબાજ બાબાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દ્વારકાના (Dwarka) જિલ્લાના ક્લ્યાણપુર (Kalyanpur) તાલુકાના ગુરુગઢ ગામ નજીક એક દરગાહ આવેલી છે. આ દરગાહમાં (dargah) છેલ્લા 20-25 વર્ષથી બે ઢોંગી બાબા દ્વારા દોરા-ધાગા અને મંત્રેલા પાણી અને ભભૂતિ આપીને લોકોનું દુઃખ-દર્દ દૂર કરવાનાં નામે રૂપિયા પડાવવામાં આવતા હતા. જો કે, આ બંને બાબાની ધતિંગલીલા અંગે વિજ્ઞાન જાથાને જાણ થતા પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથા જયંત પંડ્યા (Jayant Pandya) દ્વારા જણાવ્યા અનુસાર, ગુરુગઢ ગામ નજીક આવેલી આ દરગાહમાં દર શુક્રવારે હાજીબાપુ અને બસીરબાપુ નામના શખ્સ લોકોને જોવાનો વારો રાખતા હતા અને દોરા-ધાગા, મંત્રેલા પાણી અને ભભૂતિ થકી દુઃખ-દર્દ દૂર કરવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા.

આરોપી હાજીબાપુ અને બસીરબાપુ

Advertisement

અંધશ્રદ્ધા નહિં ફેલાવવા આપી ખાતરી

પોલીસ તપાસ મુજબ, બંને ઢોંગી બાબા લોકોને પથરી, ડાયાબિટીસ (diabetes) અને અસાધ્ય રોગ મટાડવા માટે પાણીની એક બોટલમાં મંત્ર બોલીને ભભૂતી નાખીને મંત્રેલી પાણીની બોટલ લોકોને આપતા હતા અને તેનાથી સારું થશે તેવું કહીને રૂપિયા પડાવતા હતા. આ મામલો સામે આવતા પલીસે કાર્યવાહી કરી બંને ઢોંગી બાબાઓને ઝડપી લીધા છે. પોલીસ ગિરફ્તમાં આવ્યા બાદ ઢોંગી બાબાઓએ આજ પછી ક્યારેય દોરા-ધાગા તેમ જ મંત્રેલા પાણી નહિં આપીએ અને અંધશ્રદ્ધા નહિં ફેલાવીએ તેવા લખાણના બોર્ડ સાથે ખાતરી પણ આપી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. આ સાથે વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી હતી કે આવા કોઈ પણ લે-ભાગૂ અને ધતિંગબાજ, રૂપિયા પડાવનારા લોકોથી દૂર રહી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો મેડિકલ સારવાર લેવી અને લાઇસન્સવાળા તબીબની સલાહ, સારવાર લેવી જોઈએ. આવા ધતિંગબાજ લોકોથી બચીને રહેવું.

Advertisement

આ પણ વાંચો - Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો - VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ પણ વાંચો - BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

Tags :
Advertisement

.