Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dr. Mansukh Mandaviya : ડૉ. મનસુખ માંડવિયાનો વર્ષો જૂનો વીડિયો વાઇરલ કરી છબી ખરડવાનો પ્રયાસ!

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જમ્યો છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આ માહોલ વચ્ચે ચૂંટણીના ઉમેદવાર એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની એક પણ તક ચૂંકી રહ્યા નથી. હવે, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ....
dr  mansukh mandaviya   ડૉ  મનસુખ માંડવિયાનો વર્ષો જૂનો વીડિયો વાઇરલ કરી છબી ખરડવાનો પ્રયાસ

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જમ્યો છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આ માહોલ વચ્ચે ચૂંટણીના ઉમેદવાર એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની એક પણ તક ચૂંકી રહ્યા નથી. હવે, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાનો (Dr. Mansukh Mandaviya) વર્ષો જૂનો વીડિયો વાઈરલ કરી તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવતા પોરબંદર જિલ્લા ભાજપ (Porbandar district BJP) દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

માંડવિયાની ઇમેજને નુકસાન પહોંચાડવાનું કાવતરું!

લોકસભાની ચૂંટણી માહોલ વચ્ચે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો (Dr. Mansukh Mandaviya) અંદાજે 6 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવતા પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે, આવા વર્ષો જૂના વીડિયો વાઇરલ કરીને BJP ની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડી વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લા ભાજપ (Porbandar district BJP) દ્વારા જણાવાયું કે, ડૉ. મનસુખ માંડવિયાએ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે. છેલ્લા 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે, જેમાં છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે. આવા વીડિયો વાઇરલ કરીને તેમની ઇમેજને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

Advertisement

ચૂંટણી અધિકારી પાસે ન્યાયિક કાર્યવાહી કરવા માગ

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી (Election Officer) સમક્ષ ફરિયાદ કરી જણાવાયું કે, આવા વાઇરલ થયેલ વીડિયોના કારણે ડૉ. મનસુખ માંડવિયાના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબ જ ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે, જેને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પોરબંદર જિલ્લા ભાજપ આવી કોઇપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ચલાવી નહિં લે તેવી કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે. જિલ્લા ભાજપે ચૂંટણી અધિકારી અને પોરબંદર કલેક્ટર (Porbandar Collector) પાસે તટસ્થ અને ન્યાયિક ચૂંટણી યોજવાની માગ કરી છે. માહિતી મુજબ, પોરબંદર જિલ્લા ભાજપની ફરિયાદનાં પગલે ઘણા ઇસમોએ પોસ્ટ કરેલ વીડિયો ડિલિટ કરી દીધા છે.

અફવા ફેલાવનારાઓ સામે IT એક્ટ હેઠળ ગુનો નોંધાશે!

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરાઈ છે. સાથે જ આ મામલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની (Information Technology Act) વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા માગ કરાઈ છે. જણાવી દઈએ કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી એ ગંભીર ગુનો બને છે, જેમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આવા ખોટા અને જૂના વીડિયો વાઇરલ કરી અફવા ફેલાવાઈ છે, એવા એકાઉન્ટની યાદી પણ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal BJP News: કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયા રમ્યા ગરબે

આ પણ વાંચો - Porbandar : કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya એ યુવાનો સાથે માણી ક્રિકેટની મજા, જુઓ VIDEO

આ પણ વાંચો - Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ

Tags :
Advertisement

.