Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : લ્યો બોલો... બુટલેગરની મદદ પોલીસ કરતી હતી ? Dy. SP ના ડ્રાઈવર ની અટકાયત

દાહોદમાંથી (Dahod) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમખેડા ડી.વાય.એસ.પી. નો ડ્રાઇવર જ બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે Dy. SP ના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટક કરી તપાસ હાથ ધરાઈ છે. પોલીસે ડ્રાઇવરના...
dahod   લ્યો બોલો    બુટલેગરની મદદ પોલીસ કરતી હતી   dy  sp ના ડ્રાઈવર ની અટકાયત

દાહોદમાંથી (Dahod) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમખેડા ડી.વાય.એસ.પી. નો ડ્રાઇવર જ બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે Dy. SP ના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટક કરી તપાસ હાથ ધરાઈ છે. પોલીસે ડ્રાઇવરના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

Advertisement

લીમખેડા હાઈવે પર બુટલેગરની ધરપકડ કરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ (Dahod) જિલ્લાના લીમખેડા હાઈવે (Limkheda Highway) પર ગત 7 તારીખનાં રોજ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે (Local Crime Branch) પેટ્રોલિંગ હાથ ધરીને દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી હતી. બુટલેગર સાથે પોલીસે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે (Limkheda Police) બુટલગેરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પોલીસ સમક્ષ આવી છે.

Advertisement

બુટલેગરને D.Y. SP નો ડ્રાઇવર જ મદદ કરતો હોવાનું ખુલ્યું!

અહેવાલ મુજબ, લીમખેડા હાઇવે પર દારૂનાં જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરને લીમખેડાના Dy. SP નો (Limkheda D.Y. SP) ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડ (Bhupendra Rathore) જ મદદ કરતો હતો. ભૂપેન્દ્ર રાઠોડ બુટલેગરને દારૂની હેરાફેરમાં મદદ કરતો હોવાનું સામે આવતા પોલીસે ભૂપેન્દ્ર રાઠોડ સામે કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે. માહિતી મુજબ, પોલીસે તેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. એવી ચર્ચા છે કે ભૂપેન્દ્ર રાઠોડની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Dwarka : દોઢ વર્ષની માસૂમ બાળકીને સાપ કરડી જતાં મોત, ખાખરડા ગામમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા

આ પણ વાંચો - Bharuch : સો. મીડિયાથી સંપર્કમાં આવ્યા, પ્રેમ થતાં સગીર કિશોરી સગીર પ્રેમી સાથે ભાગી, આ રીતે ઝડપાયા

આ પણ વાંચો - Kutch : ફરાર અને ફરજ મોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ

Tags :
Advertisement

.