Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : લ્યો બોલો... નકલી કચેરી બાદ હવે નકલી કર્મચારીઓ, પંચાયત કચેરીનાં Video થી વિવાદ

દાહોદમાં (Dahod) નકલી કચેરી, નકલી NA બાદ હવે નકલી કર્મચારીની ઘટના સામે આવી છે. જિલ્લાનાં લીમખેડા તાલુકાની પંચાયત કચેરીમાં નકલી કર્મચારીઓ કામ કરતાનો વીડિયો સોશિયલ મીડિયા (viral video) પર વાઇરલ થયો છે. આ વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા...
dahod   લ્યો બોલો    નકલી કચેરી બાદ હવે નકલી કર્મચારીઓ  પંચાયત કચેરીનાં video થી વિવાદ

દાહોદમાં (Dahod) નકલી કચેરી, નકલી NA બાદ હવે નકલી કર્મચારીની ઘટના સામે આવી છે. જિલ્લાનાં લીમખેડા તાલુકાની પંચાયત કચેરીમાં નકલી કર્મચારીઓ કામ કરતાનો વીડિયો સોશિયલ મીડિયા (viral video) પર વાઇરલ થયો છે. આ વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કે જ્યાં કરોડોનાં વિકાસ કામો થતાં હોય ત્યાં સરકારી કર્મચારીઓની જગ્યાએ નકલી કર્મચારીઓ કામ કરતો હોવાનાં આરોપ બાદ તપાસની માગ ઊઠી છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો વીડિયો વાઇરલ

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો દાહોદ (Dahod) જિલ્લાની લીમખેડા તાલુકા પંચાયત (Limkheda taluka) કચેરીનો હોવાનો કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોનાં માધ્યમથી આક્ષેપ કરાયો છે કે કચેરીમાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બોગસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કે જ્યાં કરોડોનાં વિકાસ કામો થતાં હોય ત્યાં બોગસ કર્મચારી કામ કરતાં હોવાનાં આરોપ થઈ રહ્યા છે.

વીડિયા સામે આવતા વિવાદ, તપાસની માગ

આ વીડિયો સામે આવતા કચેરીમાં નકલી કર્મચારીઓ (fake employees) કેટલા સમયથી કામ કરી રહ્યા છે ? કચેરીમાં શું કૌભાંડ ચાલી રહ્યું છે. ? સહિત વિવિધ મુદ્દે તપાસ થાય તેવી માગ ઊઠી છે. જો કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ, વીડિયો સામે આવતા ભારે વિવાદ ઊભો થયો છે. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે હવે જોવાનું રહેશે.

Advertisement

 આ પણ વાંચો - Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

આ પણ વાંચો - Ahmedabad : 600 વૃક્ષોની હત્યા કરનારી એજન્સીઓ પાસેથી ક્યારે વસૂલાશે રૂ. 50-50 લાખનો દંડ ?

Advertisement

આ પણ વાંચો - Morbi Tragedy : અરજદારે કોર્ટમાં કરી CBI તપાસની માગ, HC ની સરકાર સામે નારાજગી!

Tags :
Advertisement

.