Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપીએ હત્યા અને લૂંટ ચલાવી, છાણ અને ઘાસથી ભેદ ઉકેલાયો

દાહોદના (Dahod) સંજેલી તાલુકામાં રહેતા નિવૃત્ત શિક્ષકનાં ઘરે 15 એપ્રિલની મોડી રાતે બે વાગ્યે એક તસ્કરે કુહાડી વડે દંપતી પર હુમલો કરીને રૂ. 3.50 લાખના સોનાનાં દાગીના અને ટવેરા ગાડીની લૂંટ ચલાવી હતી, જેનો ગણતરીના કલાકોમાં જ સંજેલી પોલીસે ભેદ...
dahod   પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપીએ હત્યા અને લૂંટ ચલાવી  છાણ અને ઘાસથી ભેદ ઉકેલાયો

દાહોદના (Dahod) સંજેલી તાલુકામાં રહેતા નિવૃત્ત શિક્ષકનાં ઘરે 15 એપ્રિલની મોડી રાતે બે વાગ્યે એક તસ્કરે કુહાડી વડે દંપતી પર હુમલો કરીને રૂ. 3.50 લાખના સોનાનાં દાગીના અને ટવેરા ગાડીની લૂંટ ચલાવી હતી, જેનો ગણતરીના કલાકોમાં જ સંજેલી પોલીસે ભેદ ઉકેલાયો હતો અને આરોપીની ધરપકડ કરીને લૂંટ કરેલા દાગીના કબજે કર્યા હતા. આ મામલે, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત અહેવાલ મુજબ, દાહોદ (Dahod) જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા જિતપુરા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક દીપસિંહ પલાસ અને તેમના પત્ની 15 એપ્રિલના રોજ ઘરે સૂતા હતા ત્યારે અંદાજે બે વાગ્યે એક ઇસમે દીપસિંહ પર કુહાડીનાં ઉપરા છાપરી ઘા ઝીંકયા હતા. અવાજથી દીપસિંહના પત્ની પણ જાગી ગયા હતા અને તેમણે વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કરતાં તેમણે પણ કુહાડી મારતા ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ હુમલો કરનારા ઇસમે તિજોરીની ચાવીનું પૂછતાં ચાવી ઉપર પડી હોવાનું જાણવતા તસ્કર ઉપર ગયો હતો.

આરોપી તિજોરીમાંથી દાગીના લેવા ગયો તે તકનો લાભ લઈ તેઓ ભાગી છૂટયા હતા અને આસપાસમાં લોકોને જાણ કરતાં લોકો આવી ગયા હતા. જો કે, ઇસમ તિજોરીમાંથી રૂ. 3.50 લાખની કિંમતના સોનાનાં દાગીના અને ટવેરા ગાડી લઈ ફરાર થઈ ગયો હતો અને 8 કિલોમીટર દૂર ખુલ્લા ખેતરમાં ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. દીપસિંહનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું, જ્યારે ઘટનાને પગલે દાહોદ એલસીબી, એસઓજી સહિતની અલગ-અલગ 8 ટીમ ગુનાનો ભેદ ઉકેલવામાં લાગી હતી. ઘટના સ્થળે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સહિતની ટીમોએ ધાબા પરથી મળેલા ફૂટપ્રિન્ટ, ફિંગર પ્રિન્ટ, ગાડીની સીટમાં લાગેલું છાણ અને લીલું ઘાસ સહિત જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.

Advertisement

આ કેસમાં તપાસ દરમિયાન નવો વળાંક આવ્યો હતો. સંજેલી (Sanjeli) તાલુકાના ડોકા તલાવડી ગામનો (Doka Talawadi village) રમણ પલાસ નામનો ઇસમ સંજેલી પોલીસ મથકે આવ્યો અને જણાવ્યુ હતું કે, તેમના ઘરે રાતના સમયે 10 થી 12 લૂંટારુંઓ ત્રાટક્યા હતા અને તેમના પર ગોદડું નાખીને માર માર્યો હતો. ત્યાર બાદ ઘરમાંથી રૂ. 2.60 લાખ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટના મામલે પોલીસને શંકા જતાં લૂંટમાં ગયેલા રૂ. 2.60 લાખ ક્યાથી લાવ્યો તેના જવાબમાં ગામના બે વ્યક્તિના નામ આપ્યા હતા. તેમની પાસેથી લીધા જ્યારે પોલીસે તે વ્યક્તિઓનો સંપર્ક કરતાં રમણ પલસને કોઈ નાણાં આપ્યા નહોતા તેવો ખુલાસો થયો હતો.

Advertisement

પોલીસે રમણના ઘરે જઈ તપાસ કરતાં ગાડીમાં જે છાણ અને ઘાસ ચોંટેલું જોવા મળ્યું તે પ્રકારનું છાણ અને ઘાસ રમણના શર્ટ પરથી મળી આવ્યું હતું. પોલીસે તેના ફૂટ પ્રિન્ટ લઈને ઘટના સ્થળે મળેલા ફૂટ પ્રિન્ટ મેચ કરતાં 60 ટકા મેચ થયા હ,તા જેને પગલે સખત પૂછપરછ કરતાં તેને દીપસિંહ પલસની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને પોતાની પત્ની સાથે મૃતકને આડા સબંધો હોવાની શંકાના આધારે તેને હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. બનાવના દિવસે મૃતક અને તેમના પત્ની બંને બહારગામ લગ્નમાં ગયા હતા અને તેઓ ઘરે પરત આવે તે પહેલા જ આરોપી રમણ તેમના ઘરના ધાબા પર છુપાઈ ગયો હતો. રાત્રે આ લોકો સૂઈ જતાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી અને આરોપી મૃતકના ઘરે આવતો જતો હોવાથી તેને ખબર હતી કે સોનાનાં દાગીના ક્યાં મૂક્યા છે. તેથી હત્યાને લૂંટમાં ખપાવવા સોનાનાં દાગીનાની લૂંટ કરી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઘરે પણ લૂંટ થઈ હોવાની કહાની ઘડી હતી. પરંતુ, આખી ઘટનાનો પર્દાફાશ ગણતરીના કલાકોમાં જ થઈ ગયો હતો. પોલીસે (Sanjeli police) આરોપી રમણ પલસની ધરપકડ કરી લૂંટ કરાયેલા સોનાનાં દાગીના કબ્જે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - Dahod: 1980માં કરી હતી હત્યા, 44 વર્ષે દાહોદ પેરોલ ફર્લોની ટીમના હાથે ઝડપાયો હત્યારો

આ પણ વાંચો - VADODARA : ખભે સ્કુલ બેગ લટકાવી કોઇ મદદ માંગે તો સાચવજો !

આ પણ વાંચો - VADODARA : આરોપીની ચાલાકીનો અંત લાવતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.