Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha elections : સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીની પસંદગી કરી, BJP નેતાએ કર્યાં આકરા પ્રહાર!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ પાર્ટીઓના નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. દરમિયાન, સુરત લોકસભા બેઠક ( Surat Lok Sabha seat)...
lok sabha elections   સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીની પસંદગી કરી  bjp નેતાએ કર્યાં આકરા પ્રહાર

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ પાર્ટીઓના નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. દરમિયાન, સુરત લોકસભા બેઠક ( Surat Lok Sabha seat) પર કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી છે. કોંગ્રેસમાં 22 વર્ષથી સક્રિય નિલેશ કુંભાણીને (Nilesh Kumbhani) ટિકિટ આપવામાં આવી છે. ત્યારે નિલેશ કુંભાણીની પસંદગી થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે (Mukesh Dalal) પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ સાથે ભાજપના પૂર્વ પ્રવક્તા ભરત પંડયાને (Bharat Pandya) મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

લોકસભાની ચૂંટણીને લઈ ((Lok Sabha elections)) કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા સુરત લોકસભા બેઠક પરથી પાર્ટીમાં છેલ્લા 22 વર્ષથી સક્રિય અને પાટીદાર ચહેરો એવા નિલેશ કુંભાણીને (Nilesh Kumbhani) ટિકિટ આપવામાં આવી છે. નિલેશ કુંભાણીની પસંદગી સામે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે (Mukesh Dalal) પ્રતિક્રિયા આપી શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારની પૂરેપૂરી ડિપોઝિટ ગુલ થઈ જશે અને ભાજપ 7 લાખનાં મતોની લીડથી સુરત લોકસભાની બેઠક જીતશે. ઉપરાંત, મુકેશ દલાલે આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે 70 વર્ષ સુધી સત્તા જાળવી રાખી અને કોંગ્રેસનો 70 વર્ષનો કાળો ઇતિહાસ લોકોએ જોયો છે. ત્યારે બીજી તરફ લોકોએ PM મોદીએ (PM Modi) કરેલા વિકાસ અને દેશહિતના કામો પણ જોયા છે.

ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ

Advertisement

ભરત પંડયાને ક્લસ્ટર પ્રભારીની જવાબદારી

મુકેશ દલાલે વિશ્વાસ દાખવતા આગળ કહ્યું કે, સુરત લોકસભા બેઠક પરથી ભાજપને (BJP) સારો પ્રતિસાદ મળી રહ્યો છે. PM મોદીએ દેશના ખેડૂતો, યુવાઓ, ગરીબો, મહિલાઓ સહિત દલિત અને આદિવાસી સમાજનાં લોકો માટે અનેક સારા કામ કર્યા છે. PM મોદીની યોજનાઓનો દરેક વર્ગને લાભ મળી રહ્યો છે, જેના આધારે લોકો આ વખતે મતદાન કરવાના છે. આથી કોંગ્રેસ આ ચૂંટણીમાં પણ હારશે. બીજી તરફ ભાજપના પૂર્વ પ્રવક્તા ભરત પંડયાને (Bharat Pandya) ક્લસ્ટર પ્રભારીની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. માહિતી મુજબ, જ્યોતિ પંડ્યાને (Jyoti Pandya) સસ્પેન્ડ કરાયાં બાદ ભરત પંડ્યાની નિમણૂક કરાઈ છે. ભરત પંડ્યાને વલસાડ (Valsad), બારડોલી, નવસારી (Navsari) અને સુરત લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - BJP : સૌરાષ્ટ્રમાં મહત્વની ત્રણ બેઠકો ઉપર ઉમેદવારમાં વિલંબથી રોજ નવા નામો ચર્ચામાં

આ પણ વાંચો - VADODARA : ચૂંટણી ટાણે જ જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક, અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા

આ પણ વાંચો - Congress : વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

Tags :
Advertisement

.