Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamnagar : PM મોદીને આવકારવા CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જામનગર જશે, જાણો વડાપ્રધાનના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આવતીકાલે જામનગરની (Jamnagar) મુલાકાતે છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જામનગર આવવાના હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જામનગર જશે. માહિતી મુજબ, શનિવારે રાતે અંદાજે 9.15 કલાકે જામનગર એરપોર્ટ પર પીએમ મોદીનું...
11:39 PM Feb 23, 2024 IST | Vipul Sen

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આવતીકાલે જામનગરની (Jamnagar) મુલાકાતે છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જામનગર આવવાના હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જામનગર જશે. માહિતી મુજબ, શનિવારે રાતે અંદાજે 9.15 કલાકે જામનગર એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થશે. ત્યારે તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી ત્યાં હાજર રહેશે. પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રવિવારે વહેલી સવારે દ્વારકા જવા રવાના થશે.

દ્વારકામાં (Dwarka) 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી દેશના સૌથી મોટા કહેવાતા અને ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરશે. આથી પીએમ મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે રાતે 9.15 કલાકે જામનગર (Jamnagar) એરપોર્ટ પર આગમન કરશે. તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) હાજર રહેશે. આથી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે જામનગર જવા રવાના છે. પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 6.45 વાગે દ્વારકા જવા રવાના છે. દ્વારકા (Dwarka) ખાતે પીએમ મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

અહીં જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 ફેબ્રુઆરીના વિવિધ કાર્યક્રમ :

> 24 ફેબ્રુઆરીએ પીએમ મોદી રાત્રે 9.15 કલાકે જામનગર પહોંચશે.

> જામનગર ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે.

> 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી દ્વારકા અને રાજકોટ ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે.

> પીએમ મોદી 25મી સવારે 6.45 કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે.

> સવારે 7.40 કલાકે પ્રધાનમંત્રી મોદી દ્વારકા પહોંચશે.

> 7.45 કલાકે પીએમ બેટ દ્વારકા પહોંચશે, જ્યાં મંદિરમાં દર્શન અને પૂજા વિધિ કરશે.

> 8.25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચરબ્રિજનું લોકાર્પણ કરશે.

> સવારે 9.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિરે પહોંચશે.

> સવારે 9.30 થી 12.45 વાગ્યા સુધીનો પ્રધાનમંત્રીનો રિસર્વ સમય રહેશે.

> જેમાં તેઓ ભાજપના નેતાઓ, મંત્રીઓ અને આગેવાનો સાથે બેઠક કરી શકે છે.

> બપોરે 1 કલાકે પ્રધાનમંત્રી દ્વારકા ખાતે જનસભાને સંબોધિત કરશે.

> બપોરે 2.15 કલાકે પ્રધાનમંત્રી મોદી દ્વારકાથી રાજકોટ આવવા માટે રવાના થશે.

> પીએમ મોદી બપોરે 3.30 કલાકે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે.

> બપોરે 4.20 કલાકે પીએમ મોદી એઇમ્સથી રાજકોટ જૂના એરપોર્ટ ખાતે પહોંચશે.

> સાંજે 4.45 કલાકે પ્રધાનમંત્રી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરશે.

> સાંજે 6 કલાકે પીએમ રાજકોટ જૂના એરપોર્ટથી ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે પહોંચશે.

> 6.20 કલાકે પ્રધાનમંત્રી મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.

 

આ પણ વાંચો - Dwarka : PM Modi ના આગમન પહેલા ગોમતી ઘાટે મહાઆરતી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓ રહ્યા હાજર

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bet DwarkaChief Minister Bhupendra PatelDevbhoomi DwarkaDwarkaGujarat FirstGujarati NewsJamnagarPrime Minister Narendra ModiSignature Bridge
Next Article