Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chaitar Vasava : સમર્થકોમાં ખુશીનો માહોલ, 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્યની મુક્તિ

ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાના (Chaitar Vasava) સમર્થકો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે, 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવાના છે. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્ત...
12:34 PM Feb 01, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાના (Chaitar Vasava) સમર્થકો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે, 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવાના છે. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્ત કરવામાં આવશે. માહિતી મુજબ, સમર્થકો ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરશે. ધારાસભ્ય રાજપીપળાથી (Rajpipla) નીકળી, મોવી ચોકડી થઈને નેત્રંગ જશે અને ત્યાંથી સીધા ગાંધીનગર પોતાના MLA નિવાસ પહોંચશે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) 48 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ આજે શરતી જામીન પર મુક્ત થવાના છે. બીજી તરફ રાજપીપળાની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં શકુંતલાબેન સહિત ત્રણ શખ્સોની જામીન માટેની અરજી પર આજે સુનવણી હાથ ધરાશે. ચૈતર વસાવાના સમર્થકો દ્વારા મોવીથી નેત્રંગ ખાતે સ્વાગત કાર્યક્રમના બેનરો ફરતા કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા (Chaitar Vasava) રાજપીપળાથી નીકળી, મોવી ચોકડી થઈને નેત્રંગ જશે અને ત્યાંથી સીધા ગાંધીનગર પોતાના MLA નિવાસ પહોંચશે.

ભરૂચ અને નર્મદા જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર

જો કે, ધારાસભ્ય ચૈતર વસાવા શાંતિપૂર્ણ રીતે નર્મદા, ભરૂચની (Bharuch) હદ પાર જતાં રહે એ માટે ભરૂચ અને નર્મદા બંને જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર છે. AAPના ધારાસભ્ય હેમંત ખવાએ (Hemant Khawa) જણાવ્યું કે, આજે ચૌતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યાં છે. જ્યારે આવતીકાલથી ધારાસભ્ય ચૌતર વસાવા વિધાનસભામાં પણ આવશે. તેમણે કહ્યું કે, AAP રાજ્યના યુવાનો અને ખેડૂતોનો અવાજ ઊઠાવશે. ગત બજેટના ફાળવાયેલા નાણા વણવપરાયેલા પડેલા છે તે અંગે પણ ધ્યાન દોરવામાં આવશે.

 

આ પણ વાંચો - Varachha : લ્યો બોલો…સરકારી કચેરી પણ સલામત નથી! તસ્કરોએ કોમ્પ્યુટર, પ્રિન્ટરની ચોરી કરી

Tags :
Aam Aadmi Party (AAP)AAPBharuchDediapada MLADistrict and Sessions Court of RajpiplaGujarat FirstGujarati NewsHemant KhawaMLA Chaitar VasavaRajpipla
Next Article