Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tharad : ખરીદ વેચાણ સંઘના ચેરમેને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું! ફોટો વાઇરલ થતા વિવાદ

બનાસકાંઠાના (Banaskantha) થરાદમાં (Tharad) ઈસરો (ISRO) દ્વારા 13થી 15 માર્ચ સુધી અંતરિક્ષ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, આ અંતરિક્ષ પ્રદર્શનને ખુલ્લું મુકતા સમયે થરાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન દ્વારા તિરંગાનું અપમાન કરાયુ હોય તેવી તસવીરો હાલ સોશિયલ મીડિયા...
tharad   ખરીદ વેચાણ સંઘના ચેરમેને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું  ફોટો વાઇરલ થતા વિવાદ

બનાસકાંઠાના (Banaskantha) થરાદમાં (Tharad) ઈસરો (ISRO) દ્વારા 13થી 15 માર્ચ સુધી અંતરિક્ષ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, આ અંતરિક્ષ પ્રદર્શનને ખુલ્લું મુકતા સમયે થરાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન દ્વારા તિરંગાનું અપમાન કરાયુ હોય તેવી તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વિવાદ સર્જાયો છે. ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ફોટોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ (Tharad) તાલુકાના ભાચર ગામે ઈસરો દ્વારા 13થી 15 માર્ચ સુધી અંતરિક્ષ પ્રદર્શન કાર્યક્રમનું (space exhibition program) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસે એટલે કે 13 માર્ચના રોજ આ પ્રદર્શનને લોકો માટે ખુલ્લું મૂકાયું હતું. તે સમયે મોટી સંખ્યામાં લોકો, આગેવાનો, નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં થરાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ (Jivarajbhai Patel) પણ હાજર રહ્યા હતા. જો કે, આ કાર્યક્રમ દરમિયાન જીવરાજભાઈ પટેલ રંગોળીથી બનાવેલા તિરંગા (Tiranga) પર પગ મૂકીને ઊભા હોય તેવા ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા છે. આ ફોટા સામે આવતા હવે વિવાદ સર્જાયો છે. લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કેટલાક લોકોએ આ ફોટોને લઈ ભારે રોષ દાખવી રહ્યા છે.

Advertisement

જણાવી દઈએ કે, ઇસરો (ISRO) દ્વારા થરાદના ભાચર ગામની વીરગૌચર અનુપમ પ્રાથમિક શાળા (Virgauchar Anupam Primary School) ખાતે ત્રણ દિવસના અંતરિક્ષ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંતરિક્ષ પ્રદર્શનને ખુલ્લું મુકતા સમયે સાંસદ પરબત પટેલ (MP Parbat Patel) સહિત, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનથી જોડાયેલ અનેક સ્પેસ પ્રોજેક્ટ્સ, પ્રયોગ અને રહસ્યો અંગે માહિતગાર કરાશે.

Advertisement

INPUT----યશપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો - CAA : ‘પાકિસ્તાનમાં મહિલાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરાય છે…’, શરણાર્થી પરિવારોની વ્યથા

આ પણ વાંચો - Ahmedabad : બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ યુવકોનો Video Viral

આ પણ વાંચો - Banaskantha Lok Sabha : 2 મહિલાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

Tags :
Advertisement

.