C.R.Patil : સુરતમાં કાર્યકર્તાઓને કરી હાંકલ, કહ્યું - બે વાર લોકસભા જીત્યા અને હવે..!
લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R.Patil) વિવિધ જિલ્લાઓમાં સતત જનસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં (Surat) યોજાયેલ ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતી સ્નેહ મિલન સમારોહમાં સી.આર.પાટીલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, સી.આર.પાટીલે 'અબ કી બાર 400 પાર'ના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, બે વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે.
ભાજપના કાર્યકર્તાઓને કરી હાંકલ
સુરતના (Surat) પાલ રોડ પર્પલ ઓર્કિડ પાર્ટી પ્લોટ ખાતે ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતી સ્નેહ મિલન સમારોહનું (Uttar Gujarat Sarva Gnati Sneh Milan Samaroh) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી (Navsari) લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર સી.આર.પાટીલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે ભાજપના કાર્યકર્તાઓને હાંકલ કરતા કહ્યું હતું કે, બે વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે. તેમણે 'અબ કી બાર 400 પાર'ના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવાની છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.
બીજા પર વિશ્વાસ ના રાખતા પોતે કામ કરી લેજો : C.R. પાટીલ
સી.આર. પાટીલે (C.R.Patil) કહ્યું કે, મોદી સાહેબે (PM Modi) વિકાસના આધારે 10 વર્ષનાં શાસનમાં સક્ષમતા સાબિત કરી. PM મોદીએ દેશના યુવાનો માટે સંકલ્પ કર્યો છે. યુવાનોને વગર વ્યાજની લોન આપી. આ વખતની ગેરંટીમાં વગર વ્યાજની રૂ. 20 લાખ સુધીની લોન આપી. મોદી સરકારે 11 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવ્યાં છે. 10 વર્ષમાં મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાથી બહાર લાવ્યા છે. તેમણે કહ્યું કે, આપડે વિધાનસભામાં 182 સીટ જીત્યા ત્યારે કોઈ જાદુ નથી થયું પણ આ તમારા કામોને લીધે છે. બીજા પર વિશ્વાસ ના રાખતા પોતે કામ કરી લેજો, તમારી લોટીમાં તો દૂધ જ હોવું જોઈએ. જણાવી દઈએ કે, સી.આર. પાટીલની એન્ટ્રી થતાં 'વી આર ફોર CR' ના નારા લાગ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે C.R. પાટીલ ભરશે ઉમેદવારી ફોર્મ
જણાવી દઈએ કે, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ આવતીકાલે નામાંકન ભરશે. સવારે 10 કલાકે તેઓ નવસારી મધ્યસ્થ કાર્યાલય ખાતેથી વિજય સંકલ્પ રેલી કાઢીને જુનાથાના થઈ કલેકટર ઓફીસ પહોંચશે. નવસારી પહોંચતા પહેલાં તેઓ પોતાના સુરત નિવાસસ્થાને ભગવાનના આશીર્વચન મેળવશે.
આ પણ વાંચો - Surat Railway Station: ઉનાળામાં વેકેશનના માહોલને લઈ રેલવે મંત્રીએ નવી 6 ટ્રેન તુરંત દોડાવી…
આ પણ વાંચો - ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?
આ પણ વાંચો - GUJARAT BJP : પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી