ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Botad : ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય, આચાર્ય પક્ષે લગાવ્યો આ ગંભીર આરોપ!

એક તરફ ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ છે. ત્યારે બીજી તરફ બોટાદ (Botad) ખાતે ગઢડા ગોપીનાથજી મંદિરે પણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી (Gadda Gopinathji Temple Board election) યોજાઈ હતી, જેમાં દેવ પક્ષનો વિજય થયો છે. માહિતી મુજબ,...
09:32 PM Apr 22, 2024 IST | Vipul Sen

એક તરફ ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ છે. ત્યારે બીજી તરફ બોટાદ (Botad) ખાતે ગઢડા ગોપીનાથજી મંદિરે પણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી (Gadda Gopinathji Temple Board election) યોજાઈ હતી, જેમાં દેવ પક્ષનો વિજય થયો છે. માહિતી મુજબ, તમામ 7 બેઠક પર દેવ પક્ષનો ભવ્ય વિજય થયો છે. જીત બાદ વિજેતા ઉમેદવાર અને સાધુ-સંતોએ જય જયકારના નારા લગાવ્યા હતા.

બોટાદમાં (Botad) ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં દેવ પક્ષનો ભવ્ય વિજય થયો છે. પક્ષના તમામ 6 ઉમેદવારો તેમ જ 1 બિનહરીફ જીત્યા છે. જ્યારે, આ ચૂંટણીમાં આચાર્ય પક્ષના એક પણ ઉમેદવારની જીત થઈ નથી. જણાવી દઈએ કે, આજે ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

6 બેઠકો દેવ પક્ષના ફાળે, એક બેઠક બિનહરીફ

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને (Gadda Gopinathji Temple Board election) લઈ ગઈકાલે તારીખ 21 એપ્રિલના રોજ કુલ 6 બેઠકો માટે 12 ઉમેદવારોને લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ ગઢડા ગોપીનાથજી ઉતારા વિભાગમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારે આચાર્ય પક્ષ દ્વારા મત મથક પર પેન તેમ જ કાગળ નહિ લઈ જવા બાબતે વિરોધ કરતા અને ચૂંટણી અધિકારી દ્વારા મંજૂરી આપતા સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, જેમાં કુલ 7 બેઠક ટેમ્પલ બોર્ડના ફાળે આવી છે અને એક બેઠક બિનહરીફ થતા તમામ 6 બેઠકો દેવ પક્ષના ફાળે જતા એક પણ બેઠક આચાર્ય પક્ષ જીતી શક્યું નથી.

ચૂંટણીમાં હાર બાદ આચાર્ય પક્ષનો આરોપ

માહિતી મુજબ, સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર દેવ પક્ષનો (Dev Paksha) વિજય થયો છે. વિજેતા ઉમેદવાર અને સાધુ-સંતોએ જય જયકારના નારા લગાવીને ઉજવણી કરી હતી. જો કે, આચાર્ય પક્ષે ચૂંટણીમાં હાર થયા બાદ આરોપ લગાવ્યા હતા કે, મતદાર યાદીમાંથી અનેક નામો કાઢી નાંખવામાં આવ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં (Gujarat High Court) ચૂંટણીને લઈને સુનાવણી થવાની છે. અમારા પક્ષમાં નિર્ણય આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ત્યારે બીજી તરફ દેવ પક્ષે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે, જ્યારેથી ગઢડામાં ચૂંટણી થાય છે ત્યારથી અત્યાર સુધીની સૌથી ભવ્ય વિજય આ વખતે થયો છે. દેવ પક્ષના ચેરમેન હરિજીવન સ્વામીએ (Harijivan Swamy) જીતને લઈ ખુશી વ્યક્ત કરી હતી.

દેવપક્ષના વિજેતા ઉમેદવાર :

ગૃહસ્થ વિભાગ :

1) જનકભાઈ પટેલનો 10,773 મતે વિજય
2) બટુકભાઈ ઓધવજી પટેલનો 10,789 મતે વિજય
3) વિનુભાઈ પટેલનો 10,742 મતે વિજય
4) સુરેશભાઈ પટેલનો 10,706 મતે વિજય

સાધુ બેઠક પર :

શાસ્ત્રી હરિજીવન સ્વામીનો 107 મતે વિજય

પાર્ષદ બેઠક પર :

પાર્ષદ પોપટ ભગતનો 69 મતે વિજય

બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઈ

આ પણ વાંચો - Chaitra Purnima 2024 : ચોટીલામાં માઈભક્તોનું ઘોડાપુર, કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ

આ પણ વાંચો - VADODARA : હનુમાન જયંતિ પર શોભાયાત્રાને લઇ પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

આ પણ વાંચો - GONDAL : કાલે ભવ્ય રીતે ઉજવાશે હનુમાન જયંતિ, નીકળશે વિશાળ શોભાયાત્રા

Tags :
Acharya PakshaBotadDev PakshaGadda Gopinathji Temple Board electionGadda Temple BoardGujarat FirstGujarati NewsHarijivan SwamyHigh Court of GujaratLok Sabha Elections
Next Article