Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP : આવતીકાલે કમલમ ખાતે 'વેલકમ' કાર્યક્રમ, CR પાટીલની હાજરીમાં આ નેતાઓ ભાજપમાં જોડાશે!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રદેશમાં કવાયત તેજ કરી છે. લોકસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટીએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ હેઠળ આવતીકાલે એટલે કે સોમવારે ગાંધીનગરમાં આવેલા પાર્ટી કાર્યાલય કમલમ...
11:35 PM Jan 28, 2024 IST | Vipul Sen
સૌજન્ય: Google

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રદેશમાં કવાયત તેજ કરી છે. લોકસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટીએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ હેઠળ આવતીકાલે એટલે કે સોમવારે ગાંધીનગરમાં આવેલા પાર્ટી કાર્યાલય કમલમ (Kamalam) ખાતે વેલકમ પાર્ટીનું આયોજન કરાયું છે, જે હેઠળ પૂર્વ ધારાસભ્યો, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો અને પૂર્વ સભ્યો સહિતના આગેવાનો કેસરિયો ખેસ ધારણ કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.

લોકસભાની ચૂંટણી-2024 ના (Lok Sabha Elections) મિશન હેઠળ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) તેની રણનીતિને વેગ આપ્યો છે. પાર્ટીના પ્રચાર-પ્રસાર માટે વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા બીજેપીના કાર્યાલય (BJP) કમલમ (Kamalam) ખાતે વેલકમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR. Patil) ઉપરસ્થિતિમાં યોજાશે. માહિતી છે કે, આ કાર્યક્રમ દરમિયાન અન્ય પાર્ટીથી પક્ષપલટો કરીને આવેલા ધારાસભ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો સહિતના આગેવાનો કેસરિયો ખેસ ધારણ કરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કમલમ ખાતે (Kamalam) યોજાનારા વેલકમ કાર્યક્રમમાં ડભોઇના (Dabhoi) પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ફરી એકવાર ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાલ 2022 ની વિધાનસભા ચૂંટણી વખતે બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હતા અને ચૂંટણી પણ લડ્યા હતા. આ સિવાય, કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ધનશ્યામ ગઢવી, 100 કરતા વધુ ગ્રામ પંચાયતના સરપંચો સહિતના આગેવાનો કેસરિયો ખેસ ધારણ કરીને પાર્ટીમાં (BJP) જોડાઈ શકે છે. આ કાર્યક્રમમાં બીજેપીના અન્ય નેતાઓ પણ હાજર રહેશે.

 

આ પણ વાંચો - Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, હવે આ નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરશે!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bharatiya Janata PartyBJPDabhoi MLA Balakrishna PatelGandhinagarGujarat FirstGujarati NewsKamalamKesario KhesLok Sabha ElectionspanchayattalukaWelcome Party
Next Article