Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhuj : ભારતીય વાયુસેનાનો 25-26મીએ આ ખાસ કાર્યક્રમ, જાણો સમય અને નિયમ વિશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની (Republic Day Celebrations 2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય મથક SWAC, ગાંધીનગર અને એરફોર્સ સ્ટેશન, ભુજના (Bhuj) નેજા હેઠળ 25 અને 26 જાન્યુઆરી 2024 ના રોજ...
bhuj   ભારતીય વાયુસેનાનો 25 26મીએ આ ખાસ કાર્યક્રમ  જાણો સમય અને નિયમ વિશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની (Republic Day Celebrations 2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય મથક SWAC, ગાંધીનગર અને એરફોર્સ સ્ટેશન, ભુજના (Bhuj) નેજા હેઠળ 25 અને 26 જાન્યુઆરી 2024 ના રોજ "તમારા સશસ્ત્ર દળોને જાણો" (Know Your Armed Forces) નામના પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

Advertisement

માહિતી મુજબ, 25 અને 26 જાન્યુઆરીના રોજ ભુજના (Bhuj) એરફોર્સ સ્ટેશન (Air Force Station) ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આઉટરીચ પ્રોગ્રામના ભાગરૂપે આ ઇવેન્ટનો મુખ્ય હેતુ જાગરૂકતા લાવવાનો અને ભારતીય વાયુસેના અને સ્થાનિક સમુદાયો વચ્ચે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રદર્શનમાં આવશ્યકપણે ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ, રડાર, વેપન સિસ્ટમ વગેરેનું સ્ટેટિક ડિસ્પ્લે સામેલ હશે. આ ઉપરાંત, આ ઇવેન્ટમાં એરફોર્સ સ્ટેશન, ભુજના આકાશમાં ખાસ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદ્ભુત હવાઈ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે.

સૌજન્ય- Google

Advertisement

સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે

આ પ્રદર્શન સામાન્ય લોકો માટે 25 અને 26 જાન્યુઆરી 2024 ના રોજ 9 વાગ્યાથી બપોરે 3 કલાક સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શનના સાક્ષી બનવા માટે માન્ય ઓળખનો પુરાવો ધરાવનાર તમામ ભારતીય નાગરિકો સ્વતંત્ર રીતે એરફોર્સ સ્ટેશનના મુખ્ય ગાર્ડ રૂમની મુલાકાત લઈ શકે છે. જો કે, વાયુસેના કેમ્પસમાં (Bhuj) સ્માર્ટ ફોન, સ્માર્ટ ઘડિયાળો, લેપટોપ, કેમેરા વગેરે વહન કરવા માટે પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે પરવાનગી નથી.

Advertisement

આ પણ વાંચો - Harami Nala : ભારત-પાક.ની અતિસંવેદનશીલ સરહદ પરના ‘હરામીનાળું’નું નામ બદલાશે! જાણો નવું નામ, મહત્ત્વ અને ઇતિહાસ

Tags :
Advertisement

.