ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : તળાજા ST ડેપો ખાતે બસના પૈડાં થંભી જતાં 1500 મુસાફરો અટવાયા!

ભાવનગરનાં (Bhavnagar) તળાજામાં એસટી ડેપોમાં બસના પૈડાં થંભી જતાં 1500 જેટલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એસટી બસ ડેપો (ST Bus Depot) ખાતે પાસ કઢાવવા બાબતે ડખો થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. મારામારી બાદ એસટી કર્મચારીઓએ કામકાજ...
10:37 PM Jun 26, 2024 IST | Vipul Sen

ભાવનગરનાં (Bhavnagar) તળાજામાં એસટી ડેપોમાં બસના પૈડાં થંભી જતાં 1500 જેટલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એસટી બસ ડેપો (ST Bus Depot) ખાતે પાસ કઢાવવા બાબતે ડખો થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. મારામારી બાદ એસટી કર્મચારીઓએ કામકાજ રોકાવ્યું હતું અને હડતાળ પર ઉતર્યા હતા. એસટી બસના પૈડા થંભી જતાં મુસાફરો ખૂબ જ હેરાન-પરેશાન થયા હતા.

ડેપો પર પાસ કઢાવવા બાબતે ડખો થતાં વાત મારામારી

ભાવનગરમાં (Bhavnagar) એસટી બસના મુસાફરોનો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લાના તળાજામાં (Talaja) એસટી ડેપોમાં પાસ કઢાવવા બાબતે ડખો થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. આ ઘટનાને પગલે તળાજા ડેપોથી (Talaja ST Depot) બપોરથી એસટી બસના પૈડાં થંભાવી દેવાયા હતા. મારામારીની ઘટનાથી એસટી કર્મચારીઓએ કામકાજ રોકાવ્યું હતું. આથી, વીજળીક હડતાળને લીધે 1500 જેટલા મુસાફરો ફસાયા હતા.

બંને પક્ષે નોંધાવી સામસામી ફરિયાદ

પ્રાપ્ત માહિતી મુજબ, તળાજા એસટી ડેપો પર મારામારીની ઘટના બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતા એસટીના ઉચ્ચ અધિકારીઓ તળાજા (Talaja) પહોંચ્યા હતા. જ્યારે સ્થાનિક પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કેટલાક મુસાફરોને વધુ રૂપિયા ખર્ચીને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી હતી.

 

આ પણ વાંચો - Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!

આ પણ વાંચો - Allen Institute : લાખોની ફી વસૂલતા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ! Gujarat First એ દર્શાવી વિદ્યાર્થીઓની વેદના

આ પણ વાંચો - Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે ? આવ્યા આ મોટા સમાચાર

Tags :
BhavnagarGSRTCGujarat FirstGUJARAT ST BUSGujarati NewspassengersST depot in TalajaST employees stopped workTalaja Police
Next Article