Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : ધોધમાર વરસાદ થતા આમોદ પંથકમાં જળબંબાકાર! પ્રિ-મોન્સૂન કામગીરી પોલ ખુલી

ભરૂચ (Bharuch) જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે ત્યારે આમોદ (Amod) અને વાગરામાં (Wagra) સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમોદ પંથકમાં ધોધમાર વરસાદ થતા પ્રથમ દિવસે જ નગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલી ખુલી ગઈ છે. બજાર વિસ્તારમાં...
bharuch   ધોધમાર વરસાદ થતા આમોદ પંથકમાં જળબંબાકાર  પ્રિ મોન્સૂન કામગીરી પોલ ખુલી

ભરૂચ (Bharuch) જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે ત્યારે આમોદ (Amod) અને વાગરામાં (Wagra) સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમોદ પંથકમાં ધોધમાર વરસાદ થતા પ્રથમ દિવસે જ નગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલી ખુલી ગઈ છે. બજાર વિસ્તારમાં પાણી ભરાતા જાહેર માર્ગો અને દુકાન મકાનમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Advertisement

વાગરા અને આમોદ તાલુકામાં ધોધમાર વરસાદ

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી 9 તાલુકામાં વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે. ઘણા તાલુકાઓમાં ધોધમાર વરસાદના ( heavy rain) પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા (Wagra) અને આમોદ (Amod) તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક જાહેર માર્ગો પર વરસાદી પાણીનો ભરાવો સર્જાયો છે, જેના કારણે આમોદ નગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની (Pre-Monsoon Activity) પોલ ખુલી પડી ગઈ છે અને વરસાદી પાણીનો ભરાવો થતાં શાકભાજી અને ફ્રૂટની લાળીવાળાઓને નુકસાન થયું છે. સાથે વરસાદી પાણી વેપારીઓની દુકાન અને મકાનમાં પણ ફરી વળ્યા હતા, જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે.

Advertisement

વરસાદી કાંસની સફાઈ ન થતા પાણી ભરાયા

વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકી ભોગવી પડી હતી. વરસાદી કાંસની સફાઈ ન થવાના કારણે તથા વરસાદી કાંસના લોખંડની જે ગ્રીલ ઢાંકણા મુકવામાં આવે છે તે પણ ખોલવામાં ન આવતા સતત વરસાદી પાણીનો ભરાવો થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલ હજુ બરાબર જામ્યો નથી અને પ્રારંભના પ્રથમ બે દિવસમાં જ વરસાદી ઝાપટાઓમાં જ વરસાદી પાણીનો ભરાવો સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. સાથે કાંસ સફાઈમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ લાગી રહ્યા છે. કોંગ્રેસ (Congress ) અગ્રણી કેતન મકવાણાએ (Ketan Makwana) પણ કાંસ સફાઈમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા છે.

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - GUJARAT : છેલ્લા 10 વર્ષમાં નોંધાયો બીજો સૌથી કોરો જૂન, હજી પણ વરસાદની 39 ટકા ઘટ

આ પણ વાંચો - Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો - Ambalal Patel : એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં મુસળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર જોખમ!

Tags :
Advertisement

.