Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch Usury Case: વ્યાજખોરોના ત્રાસથી પિતાના જીવન ટૂંકાવ્યું, પુત્રે પણ કર્યો પ્રયાસ....

Bharuch Usury Case: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણે સરકારી અને ખાનગી બેંકની મદદથી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી આર્થિક રીતે ગરીબ લોકોને માર્ગદર્શન પૂરુ પાડીને નાણાંને લગતી મદદ પૂરી પાડવામાં આવે છે. તેમ છતા લોકો વ્યાજે પૈસા...
06:35 PM Apr 03, 2024 IST | Aviraj Bagda
Bharuch Usury Case

Bharuch Usury Case: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણે સરકારી અને ખાનગી બેંકની મદદથી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી આર્થિક રીતે ગરીબ લોકોને માર્ગદર્શન પૂરુ પાડીને નાણાંને લગતી મદદ પૂરી પાડવામાં આવે છે. તેમ છતા લોકો વ્યાજે પૈસા પૂરા પાડતા લોકો પાસે જઈને મોટા વ્યાજે દરે પૈસાનો વ્યવહાર કરતા હોય છે.

ત્યારે ગુજરાત રાજ્યમાંથી વધુ એક વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિ જીવન ટૂંકાવતો હોય, તેવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચમાં સની સોલંકી નામના વ્યક્તિના પિતાએ દિનેશ સોલંકી પાસેથી વ્યાજે પૈસા આપતા લોક પાસે ઊંચા વ્યાજદરે પૈસા ઉધાર લીધા હતા. પરંતુ તેઓ સમયસર પૈસા ચૂકવી શક્યા ન હતા. તેથી વ્યાજખોરોના ત્રાસથી તેમણે આપઘાત કર્યો હતો.

દિનેશ સોલંકી ખોટા કેસમાં ફંસાવાની ધમકી આપતો હતો

Bharuch Usury Case

ત્યાર બાદ દિનેશ સોલંકીએ સની સોલંકી પાસેથી વ્યાજ સાથે મૂડીના પૈસા માટે પહેલ કરી આવી હતી. તે સમયે દિનેશ સોલંકી સની સોલંકીને વિવિધ પ્રકારની ધમકી આપતો હતો. સની સોલંકીને વ્યાજખોર દિનેશ સોલંકી પોતાની દીકરી દ્વારા ખોટા કેસમાં પોલીસ પાસે ફરિયાદ નોંધાવાની ધમકી આપતા હતા.

પિતા-પુત્રે હાઈકોર્ટમાં પણ આ મામલે ફરિયાદ નોંધાવી

ત્યારે આવા સંજોગોમાં સની સોલંકીએ પણ પોતાનું જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે પહેલા સમગ્ર મામલોનો એક વીડિયો સની સોલંકીએ જાહેર કર્યો હતો. આ મામલે પિતા અને પુત્ર દ્વારા હાઈકોર્ટ સુધી ફરિયાદન કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે હાલમાં સની સોલંકી ઝેરી દવા લીધી હોવાને કારણે સીવીલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad Navrangpura Police: મહિલાઓના ઘરેણાં પડાવતી રિક્ષા ગેંગ નવરંગપુરા પોલીસે ઝડપી

આ પણ વાંચો: Godhra Fire Factory: દૂધની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં વિનાશકારી બેકાબૂ આગી ભભૂકી

આ પણ વાંચો: CHHOTA UDEPUR: વિકાસનો પનો પડ્યો ટૂંકો, સગર્ભાને ઝોલીમાં નાખી ત્રણ કિમી ચાલવા પરિવાર મજબૂર

Tags :
BharuchBharuch DistrictBharuch PoliceBharuch Usury Casecommit suicideGujaratGujaratFirstsuicideUsury Case
Next Article