Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : મક્તમપુરમાં જર્જરિત ફ્લેટની ગેલેરી ઘસી પડતા ભય પ્રસર્યો

ગાયત્રી ફલેટના સંખ્યાબંધ મકાનો જર્જરિત પરંતુ તંત્રની કામગીરી નિષ્ફળ હોવાના આરોપ શું જર્જરિત ઈમારતના પાણી,વીજ સહિતના કનેક્શન કાપી ન શકાય? BHARUCH : ભરૂચ જીલ્લામાં સંખ્યાબંધ જર્જરિત ઈમારતો આવેલી છે.તેને ઉતારવામાં મિલ્કત ધારક ઉણા ઉતર્યા છે અને મિલ્કત ધારકોને નોટિસ...
bharuch   મક્તમપુરમાં જર્જરિત ફ્લેટની ગેલેરી ઘસી પડતા ભય પ્રસર્યો
  1. ગાયત્રી ફલેટના સંખ્યાબંધ મકાનો જર્જરિત પરંતુ તંત્રની કામગીરી નિષ્ફળ હોવાના આરોપ
  2. શું જર્જરિત ઈમારતના પાણી,વીજ સહિતના કનેક્શન કાપી ન શકાય?

BHARUCH : ભરૂચ જીલ્લામાં સંખ્યાબંધ જર્જરિત ઈમારતો આવેલી છે.તેને ઉતારવામાં મિલ્કત ધારક ઉણા ઉતર્યા છે અને મિલ્કત ધારકોને નોટિસ આપી સંતોષ માનતા હોય છે આવી જ એક મક્તમપુર નજીકની ગાયત્રી ફ્લેટના મકાનમાં રહેતા રહીશ ની ધાબા સાથે ગેલેરીની મોટી દીવાલ ધસી પડતા વરસાદના કારણે બાળકો રમતા ન હોવાના કારણે મોટી હોનારત ટળી હતી જેથી તંત્રએ હવે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે.

Advertisement

વાહનોને નુકશાન થયું

ભરૂચના મક્તમપુર પાટિયા નજીક ગાયત્રી ફ્લેટ સોસાયટી આવેલી છે અને આ ગાયત્રી ફ્લેટની ધણી ઈમારતો અત્યંત જર્જરિત બની ગઈ છે.સોસાયટીના પ્રમુખ અને પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં જર્જરિત મિલ્કત ધારક પોતાના જર્જરિત મકાનો ભાડુવાતો ને આપી આવક મેળવી રહ્યા છે.પરંતુ જર્જરિત ઈમારત ની મરામત કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.જેના પાપે જર્જરિત ઇમારતની મોટી ગેલેરીઓ ધસી પડી રહી છે.છેલ્લા ચાર વર્ષથી સોસાયટી અને પાલિકા મિલ્કત ધારકોને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આખરે ગાયત્રી ફ્લેટની એક દીવાલ ગેલેરી અને ધાવા સાથે ધસી પડતા વાહનોને નુકશાન થયું હતું અને મોટી હોનારત ટળી હતી.પરંતુ તંત્ર દ્વારા જર્જરિત ઈમારતમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવે જેથી મોટી હોનારત થયા નહિ તેવી આશા સોસાયટીના રહીશો વ્યકત કરી રહ્યા છે.

Advertisement

અધિકારીઓને પાછા કાઢવામાં આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય બાબત એ છેકે ભરૂચ જિલ્લાની સંખ્યા બંધ ઈમારતો જર્જરિત આવેલી છે જેમાં ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 બ્લોકના 500 મકાન અત્યંત જર્જરિત છે.તદ્દઉપરાંત આ મકાનો ના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા અધિકારીઓને પાછા કાઢવામાં આવ્યા હતા.ત્યારે હવે તંત્રએ જ પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત ઈમારતો મુદ્દે કાર્યવાહી કરવી પડશે નહીંતર જર્જરિત ઈમારત ધસી પાડવાના કારણે મોટી હોનારત થાય તો તેનો જવાબદાર કોણ?જોકે ગાયત્રી ફ્લેટમાં મોટી હોનારત થવાનું ટળ્યું છે અને હજુ પણ જર્જરિત ગાયત્રીના ફ્લેટના મકાનોમાં ભાડુવાતો જોખમી રીતે વસવાટ કરી રહ્યા છે.

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- VADODARA : વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગનારને પિસ્તોલ-કારતુસ આપનાર ઝબ્બે

Tags :
Advertisement

.