Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BHARUCH : મનસુખ વસાવા જ ચાલે, ચૈતરના ધમપછાડા નાકામ

BHARUCH : ભરૂચ લોકસભા (BHARUCH LOKSABHA) બેઠકની ચૂંટણી સમયે એક સોંગ ભારે વાયરલ થયું હતું, જેને ડીજેમાં પણ વ્યાપક રીતે વગાડવામાં આવતું હતું. તેની કડીનો અંશ, એક જ ચાલે..........ચૈતર જ ચાલે, તેમ હતા. જો કે, આ માત્ર ડીજે-સંગીત અને મનોરંજન...
05:33 PM Jun 04, 2024 IST | PARTH PANDYA

BHARUCH : ભરૂચ લોકસભા (BHARUCH LOKSABHA) બેઠકની ચૂંટણી સમયે એક સોંગ ભારે વાયરલ થયું હતું, જેને ડીજેમાં પણ વ્યાપક રીતે વગાડવામાં આવતું હતું. તેની કડીનો અંશ, એક જ ચાલે..........ચૈતર જ ચાલે, તેમ હતા. જો કે, આ માત્ર ડીજે-સંગીત અને મનોરંજન પુરતા જ રહી ગયા છે. આજે ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા (MP MANSUKH VASAVA) ની સતત 7 મી વખત જીત થઇ છે. ચૂંટણી પહેલાથી આપના ચૈતર વસાવા (AAP MLA CHAITAR VASAVA) દ્વારા કરવામાં આવેલા તમામ ધમપછાડા નાકામ સાબિત થયા છે.

નામની સૌ પ્રથમ જાહેરાત

આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને લોકસભાની ટીકીટ આપવામાં આવી હતી. જેને લઇને શરૂઆતના સમયમાં મર્હૂમ અહેમદભાઇ પટેલના સંતાનોને ખુબ ખરાબ લાગ્યયું હતું. અને જે તે સમયે તેમની ટીપ્પણી ટ્વીટર મારફતે દર્શાવતા હતા. જો કે, ઇન્ડિ ગઠબંધને આ નિર્ણય યથાવત રાખ્યો હતો. આ લોકસભા બેઠક પર ચૈતર વસાવાના નામની સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી જ તેઓ એક્ટીવ થઇ ગયા હતા. અને ભાજપના સાંસદને સાણસામાં લેવા માટે બયાનબાજી કરતા હતા. દરમિયાન ચૈતર વસાવા પર ગુનો દાખલ થતા તે દોડતા થઇ ગયા હતા. અને કેટલોય સમય તેમની જગ્યાએ પત્નીએ મોરચો સંભાળ્યો હતો. બાદમાં કોર્ટમાંથી રાહત મળતા તે ચૂંટણીકાર્યમાં જોડાયા હતા.

બેબાક રીતે બોલતા

આ બેઠક પર ચૈતર વસાવાનો ઝંઝાવાતી પ્રચાર અને આક્રમકતા જોઇને લાગતું હતું કે, આ વખતે તે કાઠુ કાઢી શકે તેમ છે. પરંતુ ચૂંટણીના પરિણામો તદ્દન વિપરીત આવ્યા છે. લોકોએ ચૈતરની આક્રમકતાની જગ્યાએ મનસુખ વસાવાનો અનુભવ, તેમની જમીની પકડ અને તેમણે કરેલા કામો પર વિશ્વાસ મુક્યો છે. મનસુખ વસાવા લોકોના પ્રશ્ને અધિકારીઓને સ્થળ પર જ ઝાટકી કાઢતા હતા, અને તેમની જોહુકમી સામે બેબાક રીતે બોલતા હતા. જે વાત લોકોના મનમાં ઘર કરી ગઇ હતી. જ્યારે ચૈતર વસાવા દ્વારા લોકોના પ્રશ્ને ઓછું, અને મનસુખ વસાવા સાથે વધારે બાખડવાનું થતું હતું. ચૂંટણીના પરિણામોમાં મનસુખ વસાવાને 6,08,157 મત મળ્યા છે. જેમાંથી 85,696 મતોની લીડ મળી છે. ચૈતર વસાવા હવે ધારાસભ્યના રોલમાં રહેશે.

રાજકીય તાપમાન વધુ ગરમાયું હતું

ભરુચ બેઠકને ભાજપનો સુરક્ષિત કિલ્લો કહેવામાં આવે છે. ભાજપના મનસુખભાઈ વસાવાને સતત 6 ટર્મથી જનતાના આશીર્વાદ મળતા તેઓ હવે સાતમી વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. જોકે હરીફ ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતરતા આ બેઠકનું તામપાન ગરમાયું હતું. પરંતુ ચૂંટણીના પરિણામોએ વાતાવરણ પર ઠંડક પ્રસરાવી દીધી છે.

બેઠક વર્ષ 1989 થી ભાજપ પાસે

હવે આ બેઠકના રાજકીય રિપોર્ટ પર એક નજર કરીએ તો ભરૂચ લોકસભા બેઠક વર્ષ 1989 થી ભાજપ પાસે છે. ચંદુભાઈ દેશમુખ પછી મનસુખ વસાવાને સતત આ બેઠક પર જનતા આશીર્વાદ આપે છે. કોંગ્રેસના સ્વ. નેતા અહેમદભાઈ પટેલ 3 વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1962 થી 1984 સુધી આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી. મહત્વનું છે કે આદિવાસી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા આ બેઠક પર ભજવી જાય છે.

કુલ 17 લાખ 18 હજાર 794 જેટલા મતદારો

કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે ભરૂચ લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે તો જણાવીએ કે અહીં પુરુષ મતદારોની સંખ્યા 8 લાખ 75 હજાર 104 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 8 લાખ 43 હજાર 607 સહિત કુલ 17 લાખ 18 હજાર 794 જેટલા મતદારો નોંધાયા છે. જૈ પૈકી 68.75 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

આદિવાસી સમાજના મતદારો ગેમ ચેન્જર

આ બેઠક પર આદિવાસી સમાજના મતદારો ગેમ ચેન્જર સાબીત થઈ જાય છે કારણ કે 30 ટકા જેટલા મતદારો માત્ર આદિવાસી સમાજના જ છે વધુમાં મુસ્લિમ સમાજના 25 ટકા, પાટીદાર સમાજના 12 ટકા, ક્ષત્રિય સમાજના 8 ટકા જ્યારે દલિત સમાજના 5 ટકા સહિત અન્ય 20 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે

ભરૂચ લોકસભા બેઠકના મતદાર

  1. પુરુષ મતદાર -  8,75,104
  2. સ્ત્રી મતદાર -  8,43,607
  3. કુલ મતદાર -  17,18,794

જ્ઞાતિવાદી સમીકરણ

  1. આદિવાસી - 30 ટકા
  2. મુસ્લિમ - 25 ટકા
  3. પાટીદાર - 12 ટકા
  4. ક્ષત્રિય - 8 ટકા
  5. દલિત - 5 ટકા
  6. અન્ય -  20 ટકા

વિધાનસભા પ્રમાણે ગણિત

  1. કરજણ - ભાજપ
  2. ડેડિયાપાડા - AAP
  3. જંબુસર - ભાજપ
  4. વાગરા - ભાજપ
  5. ઝઘડિયા - ભાજપ
  6. ભરૂચ - ભાજપ
  7. અંકલેશ્વર - ભાજપ

આ પણ વાંચો -- VADODARA : સેફ ગણાતી લોકસભા-વિધાનસભા બેઠક પર ભાજપની જીત, ધારી લીડ ન મળી

Tags :
againBharuchBJPeffortsFAILLokSabhamansukhMPoppositionseatsettovasavaWin
Next Article