Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ની કમાન કોને મળશે? 28 પાર્ટીઓની મળશે આજે મિટિંગ

કર્ણાટકની રાજધાની બેંગલુરુ અને બિહારના પટનામાં બેઠક બાદ હવે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ના નેતા મુંબઈમાં એકઠાં થવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરૂવારથી શુક્રવાર સુધી થવા જઈ રહેલી બેઠક દરમિયાન 28 પાર્ટીઓના લગભગ 63 નેતા સીટ શેરિંગથી લઈને સંયોજકના પદ સુધીના...
વિપક્ષના ગઠબંધન i n d i a  ની કમાન કોને મળશે  28 પાર્ટીઓની મળશે આજે મિટિંગ

કર્ણાટકની રાજધાની બેંગલુરુ અને બિહારના પટનામાં બેઠક બાદ હવે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ના નેતા મુંબઈમાં એકઠાં થવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરૂવારથી શુક્રવાર સુધી થવા જઈ રહેલી બેઠક દરમિયાન 28 પાર્ટીઓના લગભગ 63 નેતા સીટ શેરિંગથી લઈને સંયોજકના પદ સુધીના મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

Advertisement

મુંબઈમાં ચાલનારી બે દિવસીય બેઠકમાં પાર્ટીઓ પોતાનો એક લોગો પણ જાહેર કરે તેવી શક્યતા છે. 1 સપ્ટેમ્બરે સવારે લોગો જાહેર થાય તેવી શક્યતા છે. સાથે જ આ બેઠકમાં સમન્વય સમિતિને લઈને પણ નિર્ણય કરી શકે છે. સમિતિમાં કુલ 11 સભ્યોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે કોઈ પાર્ટી તરફથી બેઠકોનો સત્તાવાર એજન્ડા સામે નથી રખાયો. બીજી તરફ વિપક્ષી ગઠબંધનને લઈને કેટલાક સવાલો ઉભા થવાના છે. આવો નજર કરીએ આ સવાલો પર...

કોણ કરશે નેતૃત્વ?

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.નું ગઠન થયાં બાદથી જ તેના સંયોજકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચર્ચા ચાલી રહી હતી જોકે તેમણે આનાથી દુર રહેવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો સામે આવતા હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રેસમાં સૌથી આગળ છે.

Advertisement

સીટોની વહેંચણી

ગઠબંધન I.N.D.I.A.ની સામે બીજો એક મોટો સવાલ છે સીટોની વહેંચણી. આ ગઠબંધન સંયુક્ત વિપક્ષી ઉમેદવાર ઉતારવા તૈયાર થયા હોવાની વિગતો સામે આવી હતી. એવામાં સીટોની વહેંચણીની ભૂમિકા ઘણી મહત્વની થઈ જાય છે. હાલ I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ દળો 11 રાજ્યોમાં સરકારમાં છે અને 2019માં 134 સીટો જીતવામાં સફળ થયાં હતા. સાથે જ આ ગઠબંધનનું વડુમથક ક્યાં બનાવવું તેના પર પણ સહમતિ સધાઈ નથી. જોકે પાર્ટીઓ દિલ્હીમાં વડુમથક બનાવવા પર અંતિમ નિર્ણય લઈ શકે છે.

વડાપ્રધાનનો ચહેરો કોણ?

વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. તરફથી સૌથી મોટા નેતા તરીકે એટલે કે વડાપ્રધાનના ચહેરા તરીકે કોને રજુ કરશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. રાષ્ટ્રીય જનતાદળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાનનો ચહેરો બનાવવાના સંકેત આપી ચુક્યા છે. જ્યારે જદયુ કુમાર, આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ટીએમસી પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીનું નામ રજુ કરી ચુકી છે.

Advertisement

આ પણ વાંચો : ભારતે સિંગાપોર સાથે નિભાવી મિત્રતા, વિશેષ સુવિધા આપતા નિકાસ પર પ્રતિબંધ છતા ચોખાની કરશે નિકાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.