Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : પૂર્વ પટ્ટી વિસ્તારમાં પશુઓના મોતથી પશુપાલકોને મોટુ નુકસાન..

અહેવાલ  -દિનેશ મકવાણા -ભરુચ    સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી ભરૂચ સહિત અને વિસ્તારોમાં તારાજી સજી છે ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામના બેટ ઉપર પશુપાલકો ખૂબ જ મોટા પ્રમાણમાં પશુપાલન કરી પોતાની આજીવિકા મેળવી ચલવી રહ્યા હોય ત્યારે નર્મદા...
bharuch    પૂર્વ પટ્ટી વિસ્તારમાં પશુઓના મોતથી પશુપાલકોને મોટુ નુકસાન

અહેવાલ  -દિનેશ મકવાણા -ભરુચ 

Advertisement

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી ભરૂચ સહિત અને વિસ્તારોમાં તારાજી સજી છે ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામના બેટ ઉપર પશુપાલકો ખૂબ જ મોટા પ્રમાણમાં પશુપાલન કરી પોતાની આજીવિકા મેળવી ચલવી રહ્યા હોય ત્યારે નર્મદા નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવતા ગટ મત રાત્રે તવરા બેટ પર હજારોની સંખ્યામાં પશુ પશુપાલકો પોતાના પશુઓને એકત્ર કરી બેઠા હતા પરંતુ પાણી વધુ આવતા અનેક પશુઓ પુરમાં તનાયા હતા

Advertisement

ત્યારે અનેક પ્રશ્નોના મૃત્યુ પણ નીપજ્યા હતા ત્યારે પશુપાલકોએ પણ ઝાડ ટ્રેક્ટર બોટ સહિતનો સહારો લય તેઓએ રાત્રિ ગુજારવાનો વારો આવ્યો હતો આ પુરમાં પશુપાલકોને હજારો લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેમ દેખાઈ રહ્યું છે પશુપાલકો માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

Advertisement

આજે સતત બીજા દિવસે પણ નર્મદા નદીમાં પાણી યથાવત રહેતા પશુપાલકોએ પોતાના પશુઓનો ને બચાવવાના પ્રયાસો કરી રહ્યા હતા સતત બે દિવસથી પશુપાલકો તવરા બેટ ઉપર ઝાડ બોટ અને ટ્રેક્ટરના સહારે જ જીવના જોખમે તેઓના પશુઓનું રક્ષણ કરી રહ્યા છે પરંતુ નર્મદા નદીમાં આવેલા પૂરમાં અનેક પશુઓ પાણીમાં તણાઈ ગયા હોવાથી પશુપાલકો માં દુઃખની લાગણી જોવા મળી રહી છે . પશુપાલકો સાથે ખેડૂતોને પણ ખેતી સહિત તેઓના ખેદ સાધનોમાં પણ લાખોનું નુકસાન જોવા મળ્યું છે

આ  પણ  વાંચો -પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા ગીર-સોમનાથના માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો, પરિવારમાં મચ્યો કલ્પાંત

Tags :
Advertisement

.