Bharuch Crime Case: લૂંટેરી દુલ્હનના ચક્કરમાં આધેડે એક યુવકને જીવતો સળગાવ્યો
Bharuch Crime Case: ભરૂચના પશ્ચિમ વિસ્તારમાંથી સનસની ખેજ કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં લૂંટેરી દુલ્હનના શિકાર થયેલા લોકોએ બદલાની ભાવનાથી એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- લૂટેરી દુલ્હનનો શિકાર બનતા મોતનું કાવતરું ઘડ્યું
- કિશન વસાવાને જીવતો સળગાવવામાં આવ્યો
- પોલીસે તમામ વ્યકિતઓ સામે કેસ નોંધ્યો
તો મળતી માહિતી મુજબ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા કિશન નારણભાઈ અને કંચન ઉર્ફે ભાવના પરમાર નામની મહિલાએ જુનાગઢના આધેડ રામજી સોલંકી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રામજીભાઈને ભાવના પરમાર સાથે તેમની કૌટુંબિક ફોઈએ પરિચય કરાવ્યો હતો. ત્યારે બાદ ભાવના પરમાર, તેની બેન, કૌટુંબિક ફોઈ અને કિશન વસાવાની હાજરીમાં રામજી અને ભાવનાના લગ્ન કરાવ્યા હતા.
રામજીભાઈ પાસે લૂંટેરી દુલ્હને કુલ 1.65 લાખ પડાવ્યા
પરંતુ ભાવના પરમારે લગ્નના માત્ર 10 દિવસમાં રામજીભાઈ પાસેથી કુલ 1.65 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઘટના બાદ રામજીભાઈને જાણ થઈ કે તેમની સાથે લગ્નના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે રામજીભાઈએ પોલીસને આ મામલે જાણ કરવાના બદલે બદલો લેવાનું કાવતરું ઘડ્યું હતું.
કિશન વસાવાને જીવતો સળગાવવામાં આવ્યો
ત્યારે રામજીભાઈએ લૂંટેરી દુલ્હનનું સરનામું મેળવી તેના ઘરે ગયા હતા. જ્યારે તેમણે દરવાજો ખખડાવ્યો હતો, ત્યારે કિશન વસાવાએ દરવાજાઓ ખોલ્યો હતો. તો આંખના પલકારો રામજીભાઈએ કિશન વસાવા પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને સારવાર દરમિયાન કિશનનું મોત નિપજ્યું હતું.
પોલીસે તમામ વ્યકિતઓ સામે કેસ નોંધ્યો
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા સમગ્ર મામલો મીડિયા સામે આવ્યો હતો. જોકે પોલીસે રામજી સોલંકી સાથે લૂંટેરી દુલ્હન ભાવના પરમાર, તેની બેન, કૌટુંબિક ફોઈ સંગીતાબેન અને લગ્ન કરાવનાર મહારાજની સામે ગુનો નોંધ્યો છે. તેમને પકડાવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ દિનેશ મકવાણા
આ પણ વાંચો: SVPI AIRPORT : સોનાની દાણચોરી ટોળકીને ક્રાઈમ બ્રાંચે ફિલ્મીઢબે પકડી
આ પણ વાંચો: VADODARA : પાલિકાની ઢોર પકડતી ટીમ સામે અડચણ ઉભી કરી કહ્યું, હું બીજેપી કાર્યકર્તા છું
આ પણ વાંચો: Gondal Bike Accident: મામાદેવ મંદિરના દર્શન કરવા જતા મોતનો ભેટો થયો