Valsad Tithal Beach: તિથલ બીચની મજા માણવા જતા પહેલા સરકારે જાહેર કરી સૂચના વાંચો
Valsad Tithal Beach: એક તરફ ભારત (India) માં દેશના મોટાભાગના રાજ્યોમાં આવેલા શહેરોમાં ગરમી (Heatwave) નો માર અસહ્ય થઈ રહ્યો છે. તો બીજી તરફ દક્ષિણ રાજ્યો (South India) માં અને બંગાળની ખાડીમાં Monsoon નો માહોલ શરૂ થઈ ગયો છે. તેના કારણે એક તકફ લોકોમાં ખુશીનો માહોલ તો બીજી તરફ કારઝાળ ગરમીથી પીડિત લોકો મેઘરાજાને Rain તુરંત કરવા માટેની કાલાવેલી કરી રહ્યા છે.
Tithal Beach ને લઈ ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા
માછીમારોને દરિયો ના ખેડવા માટે ખાસ સૂચના અપાઈ
કેરળમાં Monsoon ને લીધે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
તો ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ગુજરાત (Gujarat) સરકાર અને દરિયાઈ સુરક્ષા દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત (Gujarat) ના મોટાભાગના દરિયાકાંઠા પર આવેલા શહેરોને ખાસ આદેશો આપવામાં આવ્યા છે. તેના અંતર્ગત વલસાડ (Valsad) શહેરમાં લોક વિખ્યાત Tithal Beach ને લઈ ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં બંગાળની ખાડીમાં તુફાની ચક્રવાતની શરૂઆત પણ થઈ ગઈ છે. જેના કારણે South India ની અંદર કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારે Monsoon થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: ફાયર અને એસ્ટેટ વિભાગ એક્શનમા, 42 યુનિટ સીલ કરાયા
માછીમારોને દરિયો ના ખેડવા માટે ખાસ સૂચના અપાઈ
Valsad ના જિલ્લા વહીવટી તંત્રને હવામાન વિભાગે એલર્ટ મોડ પર રહેવાનું કહ્યું છે. કારણ કે... Valsad ના Tithal Beach પર 30 નોટિકલ માઈલથી પવન ફૂંકાવવાની શક્યતાને લઈને વહીવટી તંત્રને સક્રિય સજાગ કર્યું છે. તે ઉપરાંત પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની ભલામણ કરવામાં આવી છે. તે ઉપરાંત Tithal Beachમાં માછીમારોને દરિયો ના ખેડવા માટે ખાસ સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!
કેરળમાં Monsoonને લીધે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
જોકે આ વખતે ગુજરાતમાં Monsoon અને સાયક્લોનને લઈ પ્રિ-મોન્સૂન પગલા લેવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આ વખતે જે રીતે ગુજરાતના શહેરોમાં કારઝાળ ગરમી પડી છે, તેના કારણે રેકોર્ડ બ્રેક Monsoon થવાની સંભાવના છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં Monsoon નો ધોધમાર માર શરૂ પણ થઈ ગયો છે. જેના કારણે કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Panchmahal : ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા! સરકારી હોસ્પિટલ દારૂનો અડ્ડો બની ?