Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : થરાદમાં મતદાન મથક બહાર કાળઝાળ ગરમીથી બચવા મતદારોનો અજબનો કીમિયો

રાજ્યભરમાં આજે 25 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 3 વાગ્યા સુધીમાં સૌથી ઓછું અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું...
banaskantha   થરાદમાં મતદાન મથક બહાર કાળઝાળ ગરમીથી બચવા મતદારોનો અજબનો કીમિયો

રાજ્યભરમાં આજે 25 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 3 વાગ્યા સુધીમાં સૌથી ઓછું અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું છે. કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાન કરવાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) લોકસભા બેઠક પર મતદારોએ ગરમીથી બચવા અજબનો કીમિયો અપનાવ્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

ગરમીથી બચવા અજબનો કીમિયો

બનાસકાંઠા લોકસભા બેઠક પર થરાદના (Tharad) લુવાણા કળશ ગામે મતદાન પ્રક્રિયા યોજાઈ. અહીં, કાળઝાળ ગરમી અને સૂર્યના તાપથી બચવા મતદારોએ અજબનો કીમિયો અજમાવ્યો છે. થરાદના લુવાણા કળશ ગામે મતદાન મથકની બહારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે મતદાન મથકની બહાર મતદારોની લાંબી લાઈન છે. ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટે મતદારો પોતાના માથે ગાદલું રાખીને ઊભા રહે છે. મતદારોની સાથે ગાદલાની પણ લાંબી લાઈન જોવા મળે છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisement

બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

જણાવી દઈએ કે, બનાસકાંઠા (Banaskantha) બેઠક પર ભાજપ (BJP) અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અહીં, ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે (Congress) ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ટિકિટ આપી છે તો તેમની સામે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને (Dr. Rekhaben Chaudhary) ટિકિટ આપી છે. બંને ઉમેદવારોએ આજે મતદાન કરી લોકશાહીની ફરજ બજાવી હતી અને સાથે જીતવાના દાવા કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સનસનીખેજ આરોપ

આ પણ વાંચો - Lok Sabha elections : લોકશાહીના પર્વમાં મહિલાનો સિંહફાળો, રાજ્યની મહિલા અગ્રણીઓએ કર્યું મતદાન

આ પણ વાંચો - Lok Sabha elections : મતદાન દરમિયાન અહીં ખોટકાયાં EVM મશીન, મતદારોને ભારે હાલાકી

Tags :
Advertisement

.