Banaskantha : અમીરગઢ ચેક પોસ્ટ પરથી1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
Banaskantha : બનાસકાંઠાની (Banaskantha)અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ (Drugs)ઝડપાયું છે. અમીરગઢ પોલીસે રૂટીંગ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી એક કાર માંથી એક કરોડથી વધુનું 1072 ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. અમીરગઢ પોલીસે ગાડી સહીત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની અટકાયત કરી હતી. અમીરગઢ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સિસ એક્ટર મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું
આ અંગેની માહિતી અનુસાર, અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે.
હાલ ત્રણેયની પૂછપરછ તજવીજ હાથ ધરી
આ સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાં અને કોના કહેવા પર મંગાવવામાં આવ્યો તેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઈસરાકભાઈ બ્લોચ, સોહેલ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા છે.
જેના સાથે જ તમામ શખ્શો જામનગર શહેરના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : રોંગ સાઇડ અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલા લેખિત સમાધાન બાદ ફરી ગઇ
આ પણ વાંચો - Ahmedabad : ગુલબાઈ ટેકરા નજીક સરેઆમ પશુની બલી ચઢાવતા ફરિયાદ, સ્થાનિકોમાં ભયનો માહોલ!
આ પણ વાંચો - VADODARA : રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમ સાથે છુટ્ટા હાથે મારામારી