Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3,938 મકાનોનું લોકાર્પણ, PM મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) બનાસકાંઠાની (Banaskantha) મુલાકાતે છે. અહીં, તેઓ ડીસા, કુભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે, બનાસકાંઠામાં કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. માહિતી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra...
banaskantha   આજે cm ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 938 મકાનોનું લોકાર્પણ  pm મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) બનાસકાંઠાની (Banaskantha) મુલાકાતે છે. અહીં, તેઓ ડીસા, કુભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે, બનાસકાંઠામાં કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. માહિતી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપવાના છે .

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) શનિવારે બનાસકાંઠાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ડીસા, કુભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજના હેઠળ કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી (PM Modi) પણ વર્ચ્યુઅલ હાજરી આપશે એવી માહિતી છે. જણાવી દઈએ કે, બનાસકાંઠાના (Banaskantha) કુલ 3063 PM આવાસ, 521 આંબેડકર આવાસ અને 354 પંડિત દીનદયાળના આવાસ મળી કુલ 3938 મકાનોનું લોકાર્પણ કરાશે. દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલ જલોત્રા (Jalotra) ગામ ખાતે રાત્રિ રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ પણ કરશે. સૂત્રો અનુસાર, ગામના અલ્કાબેન બારોટ નામની મહિલા સાથે તેઓ સંવાદ કરશે તેવી આશંકા છે.

Advertisement

ભાજપનું 'ગાંવ ચલો અભિયાન'

જણાવી દઈએ કે, ભાજપ દ્વારા 10-11 ફેબ્રુઆરીએ 'ગાંવ ચલો અભિયાન'ની શરૂઆત કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ 'ગાંવ ચલો અભિયાન'માં (Gaon Chalo Abhiyan) જોડાશે. મુખ્યમંત્રી અંબાજીમાં દર્શન કરી જલોત્રા ગામ જશે એવી માહિતી છે. કાર્યક્રમ દરમિયાન સાંજે 5 વાગે સીએમ ગામના લોકો સાથે સંવાદ કરશે. દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ જલોત્રા ગામે લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે. મુખ્યમંત્રી જલોત્રા ગામમાં રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચો - PM Modi : આજે રાજ્યભરમાં 1.3 લાખથી વધુ મકાનોનું ઈ-લોકાર્પણ કરશે, 24-25 ફેબ્રુ.એ ગુજરાત પ્રવાસે આવશે

Advertisement

Tags :
Advertisement

.